અંગ્રજો, રાજાઓ અને જાગીરદારો દ્વારા ત્રણ-ત્રણ સ્તરે પ્રજાનો શોષણ

ઇન્ટરવલ

ગુજરાતનો જલિયાવાલા કાંડ-પ્રફુલ શાહ

ભીલોના શોષણ વેદનાનો અવાજ, બુલંદ અવાજ બનવા અને તેમને અત્યાચારોના સામના માટે તૈયાર કરનારા મોતીલાલ તેજાવત નવો ઇતિહાસ રચવાના હતા. તેમણે જે આંદોલન કર્યું એ માટેની સહજ તૈયારી લાંબા સમયથી ચાલી રહી હતી. ત્યારના સામાજિક, આર્થિક અને રાજકીય સંજોગો આ આંદોલનના બીજ વાવી રહ્યા હતા.
મોતીલાલ તેજાવતના ઉદયના અગાઉના સમજ અને સમયને સમજવાથી આ આંદોલનના કારણો અને અનિવાર્યતા બહેતરરૂપે સમજી શકાશે. ગુજરાતમાં બનેલા દઢવાવ હત્યાકાંડનો છેડો રાજસ્થાન સાથે જોડાયેલો હતો. એટલે એ સમયના રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતના સીનારિયો ટૂંકમાં સમજી લઇએ.
સમગ્ર ભારતમાં મોગલ સામ્રાજયના પતન અને અંગ્રેજોના શાસન અગાઉ દેશી રજવાડાઓની હાલત ખરાબ હતી. મોટા ભાગના રાજકીય વિચારધાર કે સ્વતંત્રતા જેવી જણસ ગુમાવી બેઠા હતા. મોગલોના નબળા પડવા અને સંપૂર્ણ પતનના તબક્કા વચ્ચે ઠેર ઠેર અશાંતિ અને બળવાની ભાવના ઉગ્ર બનતી જતી હતી. મોગલ શાસનના નબળા ઉત્તરાધિકારીઓ અને સૂબા-અમલદારો વિલાસિતાના દાસ બનવા માંડયા હતા. આને લીધે દેશભરમાં ઘણી રાજકીય લશ્કરી તાકાતો માથું ઊંચકવા માંડી હતી. કેટલાંક અપવાદરૂપ રજવાડામાં શાસક અને પ્રજા વચ્ચે પ્રેમ નહોતો, તો દુશ્મનીય નહોતી. કારણ એટલું જ કે આસપાસના નાના-નાના શત્રુઓના આક્રમણ વખતે નબળા રાજાઓને પ્રજા જ તન-મન-ધનથી બળ પૂરું પાડતી હતી.
અંદરોઅંદર લડતા અને સત્તા ટકાવી રાખવા ફાંફા મારનારા રાજાઓ મોટા જોખમથી સાવ અજાણ હતા. અમુક યુરોપિયન કંપનીઓએ વેપાર કરવાને બહાને પગપેસારો કરીને પ્રભાવ વધારવા માંડી હતી. આર્થિક શોષણ માટે એકતા અને સંપ વગરના દેશમાં આ કંપનીઓ રાજકીય વર્ચસ પણ જમાવવા માંડી. આમાં બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભયંકર મોટી સફળતા મેળવી. મીંઢા અને કાબા અંગ્રજોએ પોતાની કુટનીતિ અને કૌશલના સરવાળાથી રાજકીય તાકાત પ્રાપ્ત કરવા માંડ્યા. ખૂબ આઘાતજનક લાગે છતાં હિન્દુસ્તાનની સંસ્કૃતિ, ભાષાઓ અને પરંપરાથી સાવ અજાણ હોવા છતાં અંગ્રેજો આપણા રજવાડીઓના દૂરંદેશીના અભાવ, આંતરયુદ્ધ લાલચ અને વિલાસીતાને પ્રતાપે આધિપત્ય જતાવતા અને વધારતા ગયા. અંગ્રેજોને યોગ્ય સમયે મોટી તક મળી ગઈ. મોગલ સામ્રાજ્યના મીનારા ધ્રૂજવા માંડ્યા હતા. એટલે દેશ પર કોઈ કેન્દ્રીય સત્તા જેવું રહ્યું નહોતું. એમ તો ઈ.સ. ૧૯૫૭થી જ અંગ્રેજ સત્તાના દીવડાએ ટમટમવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ઐયાશીમાં ગળાડૂબ મોગલ બાદશાહો તેજ અને તાકાત ગુમાવી રહ્યા હતા. નાના રજવાડા એકમેક સાથે લડવામાં મુશ્કેલ હતા.
અંગ્રેજોએ સામ, દામ, દંડ અને ભેદનો ખેલ બરાબર રમ્યા. શરૂઆતમાં વિવિધ લાલચોનો ગોળ સ્થાનિક રજવાડાના નરેશની કોણીએ ચોંટાડીને સુવિધા મેળવવાની શરૂઆત કરી. સામે રાજાઓને એવી આંબળીપીપળી બતાવી કે તેઓ પંગુ અને પાળતું બની ગયા. અંગ્રેજો શરૂઆતમાં તો રાજાઓ સાથે દોસ્તી કરી, કરાર કર્યા. રાજાઓને થયું કે આટલું બધું મળે છે, સાથોસાથ દુશ્મનથી સલામત પણ તેઓ બેવડ વળવા માંડ્યા.
અલબત્ત, સમાનતાને કેન્દ્રમાં રાખીને કરાયેલી સંખ્યા એકાદ ડઝનથી વધુ નહોતી પરંતુ, આગળના સંધિ-કરારમાં મૈત્રી અને સમાજના બાષ્પીભવન સામે ગુલામીની ગંધ આવતી હતી. દેશી રજવાડાઓ પર અંગ્રેજોની રાજકીય પકડ વધતી ગઇ. હવે ભાગ્યે જ કોઇમાં અંગ્રેજોનો લશ્કરી વિરોધ કરવાની તાકાત કે ઇચ્છા હોય. એક સમયે જે રાજા પોતાને બ્રિટનના કિંગ કે સમ્રાટના મિત્ર ગણાવતા થાકતા નહોતા, એ હવે સમ્રાટના અમલદારોના કુરનીશ બજાવવા લાચાર હતા.
આ નરેશ પાસે નહોતી તાકાત કે નહોતા વિકલ્પ. રજવાડા પર જેમ તેમ સત્તા જાળવી રાખીને રાજાઓ ઐયાશી કરવા જેટલા સમૃદ્ધ હતા પણ પ્રજાનો એક એક વર્ગ શોષણ અત્યાચાર અને લૂંટફાટને લીધે એકદમ કંગાળ દશામાં જીવન ગબડાવ્યે રાખતો હતો. આમ છતાં મોટાભાગની પ્રજા ન જાણે કેમ રાજા પ્રત્યે સમર્પિત રહેતી હતી. બીજી તરફ ભૂતકાળમાં ક્યારેય જનતાની ફિકર-દરકાર કરનારા શાસકો હવે અંગ્રેજોની છત્રછાયામાં પ્રજા પર બેફામ ત્રાસ વરસાવવા માંડ્યા. આમ માનવી અશાંત હતો, ભૂખ્યો હતો, દુ:ખી હતો. આને લીધે એ અંધશ્રદ્ધા, કુરિવાજો અને શોષણના કળણામાં ખૂંપતો ગયો. એમને માર્ગદર્શન કે દિશા બતાવે એવું કોઇ વ્યકિતત્વ આસપાસ નહોતું.
મોતીલાલ તેજાવત રહેતા હતા એ રાજસ્થાનની ૮૦ ટકા જનતા ગામડામાં રહે અને મૂળ વ્યવસાય-ધંધો ખેતીનો. આ ૮૦ ટકામાં મોટો ભાગ જનજાતિઓનો. એમના વિકટ જીવનમાં રોજ રોજ દરીદ્રતાનો સૂર્યોદય થતો હતો અને પીડાનો સૂર્યાસ્ત. એવું નહોતું કે આમજનતા અને આદિવાસીઓના સંકટ અંગ્રેજોનો દેખાતા નહોતા. પરંતુ તેમની નિસ્બત રાજાઓ સાથે હતી. જેનાથી તેમની રાજકીય આકાંક્ષા પૂરી થતી હતી. તિજોરીઓ છલકાતી હતી.
હવે રાજાઓએ પડોશીઓ સાથે લડવાની જરૂર નહોતી. એમની વીરતા અને શસ્ત્રોને કાટ લાગવા માંડ્યા. આ લડાઇનો ખર્ચ અને જોખમ બચી ગયા. હવે ત્રણ જ કામ રહ્યા. ઐય્યાશી, અંગ્રેજોની કદમખોસી અને પ્રજાનું શોષણ.
હવે પ્રજાના શોષકોમાં ટોચ પર અંગ્રેજો પછી રાજા અને છેલ્લે છેલ્લે સૂબા જાગીરદાર-અમલદારો અંગ્રેજોને ખુશ રાખવા અને પોતાની વિલાસિતા માટે રાજાઓ પ્રજા પર જાતજાતના કરવેરા લાદતા હતા. આમની ફરિયાદ સાંભળનારું કોઇ નહોતું. જો સામાન્ય પ્રજાજનોની આવી દશા હોય તો જંગલમાં રહેનારા આદિવાસીઓ પર કેવી વીતતી હશે?
સદ્ભાગ્યે કહો કે યોગાનુયોગ, આદિવાસીઓ
સુધી પહોંચવવામાં અને તેમના પરના અત્યાચારો-
શોષણો નિહાળવાની તક મોતીલાલ તેજાવતને મળી. ઓસવાસ જૈન સમાજના આ સહૃદયી સજજનથી આ બધુ સહન ન થયું. (ક્રમશ:)ઉ

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.