ગુજરાત વિધાનસભામાં ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે ભાજપની શક્તિમાં હજુ વધારો થયો છે. આજે ગુજરાત વિધાનસભાનું સત્ર મળે એ પહેલા 3 અપક્ષ વિધાનસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે. બાયડ, વાઘોડિયા અને ધાનેરા બેઠક પર નવા ચૂંટાયેલા અપક્ષ વિધાનસભ્યોએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. ત્રણેય વિધાનસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
બાયડ બેઠક પર ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા , વાઘોડિયા બેઠકના વિધાનસભ્ય માવજી દેસાઈ અને ધાનેરાના વિધાનસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. આ અંગે ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. આજે સવારે ત્રણેય અપક્ષ વિધાનસભ્યોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરી ભાજપને સપોર્ટ કરતું સમર્થન પત્ર સોંપ્યું હતું.
આજે મળેલા વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્રમાં સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. CMએ શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેઠા ભરવાડની વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.
અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ લોકશાહીની સેવા કરવાનું કામ છે. બંધારણીય સંસ્થાને વધુ મજબૂત કરવાની તક છે.
ગુજરાત વિધાનસભા: ભાજપને મળ્યો ત્રણ અપક્ષ ઉમેદવારોનો ટેકો, શંકર ચૌધરી બન્યા અધ્યક્ષ
RELATED ARTICLES