Homeઆપણું ગુજરાતવડોદરામાં બનશે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, TATA-Airbus વચ્ચે થઈ ડીલ

વડોદરામાં બનશે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, TATA-Airbus વચ્ચે થઈ ડીલ

આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયાની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધી રહ્યું છે. ગુજરાતના વડોદરામાં ટાટા અને એરબસ મળીને C-295 ટ્રાન્સપોર્ટ વિમાન તૈયાર કરશે. તે માટે આ જ મહિનાના અંતમાં યુનિટના નિર્માણની શરૂઆત થશે. આ વિમાન ભારતીય વાયુ સેનાનો હિસ્સો બનશે. આ પ્લાન્ટમાં C-295નું જ નિર્માણ કરવામાં આવશે. વાયુસેનાની જરૂરિયાતના હિસાબે ભવિષ્ય માટે નવા વિમાનોનું નિર્માણ કરવામાં આવશે, એવું ડિફેન્સ સેક્રેટરીએ ગુરુવારે જણાવ્યું હતું.
30 ઓક્ટોબરે પીએમ મોદી વડોદરામાં આ મેનુફેક્ચરિંગ પ્લાટની આધારશિલા રાખશે. C-295 વિમાન tata advanced દ્વારા Airbusના સહયોગમાં બનાવવામાં આવશે. નોંધનીય છે કે પહેલી વાર યુરોપની બહાર આ વિમાનોનું નિર્માણ થશે. સપ્ટેમ્બર 2021માં ભારતે એરબસ સાથે 56 C-295 ટ્રાન્સપોર્ટ વિમાનો માટે 21,000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી. સરકાર નવા વિમાનોને જૂના એવરો 748 વિમાનોથી બદલવાની યોજના પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સાથે એવું પહેલી વાર થશે કે ભારતમાં ખાનગી કંપનીઓ મળીને વિમાનનું નિર્માણ કરશે.
C-295 સૈન્ય અને રાહત કામ માટે ભરોસાપાત્ર માનવામાં આવે છે. આ વિમાન એક વારમાં 71 સૈનિકો અને ઉપકરણો સાથે 50 પેરાટ્રૂર્સ લઈ જઈ શકે છે. યુદ્ધની સ્થિતિ, રાહત અને બચાવ કાર્યો માટે પણ આ વિમાન સરળતાથી મદદરૂપ બની શકે છે.

RELATED ARTICLES

Most Popular