ગુજરાત લઠ્ઠાકાંડ: ઝેરી દારુએ 57નો ભોગ લીધો, 89ની હાલત ગંભીર, દ્રષ્ટિ ગુમાવવાનો ભય

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Botad: બોટાદ અને અમદવાદ જીલ્લાના ગામોમાં થયેલા લઠ્ઠાકાંડે હાહાકાર મચાવ્યો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધી કુલ 57 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. હજુ પણ 89 અસરગ્રસ્તો અમદાવાદ, ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. તબીબોના જણાવ્યા પ્રમાણે, ગંભીર હાલતમાં રહેલ દર્દી બચી પણ જાય તો પણ દ્રષ્ટિ ગુમાવી શકે છે. મૃતકોમાં મોટા ભાગના 20થી 25 વર્ષના યુવાન છે.
આ સમગ્ર મામલાની તપાસ માટે એક SITનું ગઠન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે જેમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે.

મુખ્ય આરોપી જયેશ ખાવડિયાએ

મુખ્ય આરોપી જયેશ ખાવડિયાએ ખરીદેલા ફ્લેટના હપ્તા ભરવા આ કેમિકલ વેચી પૈસા કમાવાનો હથકંડો અપનાવ્યો હતો. અમદવાદની એક ફેકટરીમાંથી મિથાઈલ કેમિકલની જથ્થો ચોરીને તેના ફોઈના દીકરા સંજયને આપ્યો હતો. મિથેનોલથી લઠ્ઠાકાંડ સર્જાશે તે આરોપી જયેશ જાણતો હોવા છતાં તેણે બુટલેગર એવા પિતરાઈ ભાઈને 600 લિટર મિથેનોલ વેચ્યું હતું. થોડા સમય પહેલાં તેણે પીપળજમાં 9 લાખમાં એક ફલેટ ખરીદ્યો હતો, જેથી પૈસાની જરૂર હોવાથી.
હોસ્પિટલોમાં પણ લઠ્ઠાકાંડમાં અસરગ્રસ્તોને જીવાડવા શુદ્ધ આલ્કોહોલ (ઇથેનોલ) ચઢાવવો પડ્યો હતો.આ કરુણાંતિકામાં અનેક પરિવાર ઉજડી ગયા છે. સ્મશાનોમાં જગ્યા ન મળતાં ખેતરો અને મેદાનોમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા. આકરુ ગામમાં દફન કરવામાં આવેલો મૃતદેહ શંકાસ્પદ જણાયો હતો. આથી પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યો હતો. આકરુ ગામમાં પણ લઠ્ઠો પીવાથી ઘણાને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો.
નોંધનીય છે કે, 2009માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ 200 જેટલા દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. એ વખતે કેમિકલયુક્ત દેશી દારૂથી બાપુનગર, ઓઢવ, કાંકરિયા વિસ્તારમાંથી 123 લોકોના મોત થયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.