રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો, તાત્કાલિક જવાબ રજૂ કરવા અને ઝડપી કાર્યવાહી કરવા આદેશ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: રાજ્યભરમાં રખડતા ઢોરને(Stray cattle) કારણે અકસ્માત સર્જાવાના અને લોકોના જીવ ગયાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના પેટનું પાણી પણ ન હલતું હોય એમ સમસ્યાના નિવારણ માટે પુરતા પગલા ભરવામાં આવી રહ્યા નથી. આ અંગે ગુજરાત હાઇકોર્ટે(Gujarat Highcourt) આજે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારને કહ્યું હતુ કે, જો આ સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. આ સાથે હાઇકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
નોંધનીય છે કે રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે ભૂતકાળમાં અનેકવાર રાજ્યસરકારની ઝાટકણી કાઢી છે પરંતુ રાજ્ય સરકાર જાણે કોર્ટના નિર્દેશોની અવગણના કરતી હોય એમ યોગ્ય કામગીરી કરાઈ નથી. આથી સરકાર સહિતના સત્તાધીશો સામે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવેલી. ઢોરના મુદ્દા પર અન્ય બે જાહેરહિતની અરજીઓ પણ થયેલી છે
ગઈકાલે પણ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સીધો પ્રશ્ન કર્યો હતો કે, રખડતા ઢોરોના ત્રાસ નિવારણ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વારંવાર જાહેર કરાયેલા મહત્વના આદેશો છતાં રખડતા ઢોરોની ગંભીર સમસ્યાનું નિરાકરણ શા માટે હજુ સુધી આવ્યું નથી? તો આજે ફરી હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, રખડતા ઢોરને કારણે કોઇના જીવ ના જવા જોઇએ. જો આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. સરકાર આ મામલે તાત્કાલિક જવાબ રજૂ કરે અને આ મુદ્દે ઝડપી કાર્યવાહી કરે.

1 thought on “રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો, તાત્કાલિક જવાબ રજૂ કરવા અને ઝડપી કાર્યવાહી કરવા આદેશ

  1. Gujarat High Court should enlarge the scope of responsibility to incl property. I refer the honorable judges to the British Program “Yes Minister!”. They have the attitude: Ministers come and go, Civil Service is forever. Please name the accountable civil servants and read to them the Riot Act directly. They have been known to ignore ministers brazenly knowing that it is not easy to fire them, and if they were, their brethren will bring the government on its knees.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.