ગુજરાત હાઈકોર્ટનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ તરીકે સોનિયા ગોકાણીએ આજે સવારે શપથ લીધા હતા.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા હતા.
હાલમાં તેઓ ગુજરાતના સૌથી વરિષ્ટ જજ છે. ભૂતપૂર્વ જજ અરવિંદ કુમારને સુપ્રીમ કોર્ટમાં નિમણૂક મળતા ગોકાળીના નામની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી હતી.
જોકે ગોકાણી આ પદ પર માત્ર નવ દિવસ રહેશે, કારણ કે તેઓ 25મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના છે.
1995માં તેમણે જિલ્લા ન્યાયાધિશ તરીકે ફરજ બજાવી હતી. તેમને 2011માં ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા અને 2013માં કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. ગોકાણી મુળ હાલાર પંથક તરીકે ઓળખાતા જામનગરના વતની છે.