ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના સંક્રમિત, હાલ ઘરે જ સારવાર હેઠળ

આપણું ગુજરાત

ત્રણ ત્રણ લહેર બાદ કાબુમાં આવેલ કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. આ અંગેની જાણકારી તેઓએ ગઈ કાલે રાત્રે ટ્વીટ કરીને આપી હતી. હાલ ઋષિકેશ પટેલ તેમના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. ચિંતા જનક બાબત તો એ છે કે, ગઈ કાલે સવારે મોઢેરા સૂર્યમંદિર ખાતે યોગ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા.
વિસનગરથી વિધાનસભ્ય અને રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે ગઈ કાલે રાત્રે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કે, ‘મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું હોમ આઇસોલેસન હેઠળ હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છું. મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રોને કાળજી રાખવા વિનંતી કરુ છું.
ગુજરાતમાં મંગળવારે કોરોના કેસમાં વધારો નોંધાયો હતો. ગુજરાતમાં ૨૧ જૂનની સાંજે કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૧૫૦૦ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં મંગળવારે કોરોના વાયરસના નવા ૨૨૬ કેસ નોંધાયા છે. ૧૬૩ દર્દીઓ કોરોનાથી રિકવર થયા જોકે, રાજ્યમાં મંગળવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૧૦૮ કેસ નોંધાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.