Homeઆપણું ગુજરાતગુજરાત સરકારનો નિર્ણય: રાજ્યમાં 400 જેટલી જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે

ગુજરાત સરકારનો નિર્ણય: રાજ્યમાં 400 જેટલી જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરાશે

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું હોવાના આહેવાલો અવારનવાર આવતા રહે છે. શિક્ષણ ક્ષેત્રની કથળેલી હાલતને કારણે ગુજરાત સરકાર ટીકાનો સામનો કરી રહી છે. એવામાં શિક્ષણનું સ્તર સુધારવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરુ કરવામાં આવશે. પહેલા તબક્કામાં રાજ્યમાં 400 જેટલી આવી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના જણાવ્યા પ્રમાણે આ જ્ઞાન સેતુ શાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની સરકારી અને ગ્રાન્ટ એડ શાળામાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે. દરેક તાલુકામાં એક તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં ઓછામાં ઓછી એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ શરૂ કરવા માટેની તૈયારી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના આયોજન મુદ્દે આજે ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને એક વિશેષ બેઠક મળી હતી.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ધોરણ 1 થી 5ના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાના બાળકો જ આ શાળામાં પ્રવેશ માટે અરજી કરી શકશે. પ્રવેશ માટે ખાસ કોમન પ્રવેશ પરીક્ષા લેવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular