ગુજરાતના શહેરોમાં રખડતાં પશુઓની સમસ્યાના નિવારણ માટે હવે સરકાર 50 હજારથી વધુ આખલાના ખસીકરણ માટે ખાસ અભિયાન શરૂ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષો પહેલા શહેરોમાં રખડતા કૂતરાંની સમસ્યા નિવારણ માટે કૂતરાંના ખસીકરણ માટે અભિયાન શરૂ કરાયું હતું.
રાજયના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં આ ઝુંબેશ અંતર્ગત એક વર્ષથી વધુ ઉંમરના અંદાજે 50 હજાર રખડતા આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે. એટલું જ નહીં, ખસીકરણ બાદ એક અઠવાડિયા માટે પશુઓના નિભાવ અને સાર સંભાળની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજ્યમાં રખડતા ઢોરની જાળવણી માટે રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 17 અને 6 ઝોન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગરમાં 88 મળીને કુલ 105 કેટલ પોન્ડ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર 50 હજાર આખલાનું ખસીકરણ કરશે
RELATED ARTICLES