અતિવૃષ્ટિ બાદ સફાઈ અભિયાન અને રોગચાળા નિયંત્રણ ગુજરાત સરકાર નગરપાલિકાઓને સહાય આપસે

અવર્ગીકૃત આપણું ગુજરાત

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના ઘણા શહેરોમાં પુરની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે જાહેર સંપતિને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે. શહેરોમાં પાણી ઉતર્યા બાદ સાફ સફાઇ અને રોગચાળા નિયંત્રણ કાર્યવાહી માટે મુખ્યપ્રધાને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારેની 156 નગરપાલિકાઓને કુલ 17.10 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારે શહેરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાંકીય સહાયની તરીકે 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.

“>

રાજ્યની તમામ 156 નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે. મુખ્યમંત્રીએ આ નાણાંકીય સહાયના ધોરણો પણ નિર્ધારિત કર્યા છે.
• ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂપિયા 20 લાખ પ્રમાણે કુલ રૂપિયા 4.40 કરોડની રકમ અપાશે.
• ‘બ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૧૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૫૦ કરોડ ફાળવવામાં આવશે
• ‘ક’ વર્ગની ૬૦ નગરપાલિકાઓને નગરપાલિકાદીઠ રૂ. ૧૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૬ કરોડ આપવામાં આવશે
• ‘ડ’ વર્ગની ૪૪ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૨.૨૦ કરોડની રકમ મળશે

ગુજરાત મુખ્યપ્રધાન ઓફીસના ટ્વીટર હેન્ડલ પર આ જાહેરાત કરવામ આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.