ગુજરાતમાં પહેલી વાર નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે એટલે કે શુક્રવારે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રપટેલના હસ્તે 36મી નેશનલ ગેમ્સના લોગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે આ લોગોમાં ગીરના સિંહને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું એ આપણા રાજ્ય માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાતના એશિયાટિક સિંહોને નેશનલ ગેમ્સના લોગોમાં વિશેષ સ્થાન મળ્યું છે.
આ કાર્યક્રમમાં ગૃહ તથા રમતગમત ખાતાના પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન, ગુજરાત ઓલમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. આ ક્ષણના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપ થયુ છે. 2002માં સ્પોર્ટ્સ માટે અઢી કરોડનું બજેટ હતુ અને આજે તે વધીને અઢીસો કરોડ સુધી પહોંચ્યું છે. અમદાવાદ,રાજકોટ જેવા શહેરોમાં સ્પોર્ટના વિકાસથી આયોજન શક્ય બન્યું છે.
આ પ્રસંગે IOA અને GOA પ્રમુખ અને સેક્રેટરી હાજર રહ્યા હતા અને ખેલાડીઓની હાજરી પણ ખાસ રહી હતી. નેશનલ ગેમ્સમાં દેશભરના 7000 ખેલાડીઓ ભાગ લેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા નેશનલ ગેમ્સનું આયોજન કેરળમાં કરવામાં આવ્યું હતું.
Live: 36મી નેશનલ ગેમ્સ સંદર્ભે MoU તથા લોગો લોન્ચિંગ. સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર.
https://t.co/xZfwSAA4MG— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2022
સરસ માહિતી આપી