ગુજરાતમાં છાશવારે પેપર લીક કાંડ થતા રહે છે. વારંવાર પેપર ફૂટવાને કારણે રાજ્ય સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. હવે ફરી એક વાર પેપર લીક થઇ જતા આજે જુનિયર ક્લાર્ક વહીવટ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિ પાસેથી પ્રશ્ન પત્રોની નકલ મળી આવતા આ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, જેને કારણે રાજકોટ સહિતના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ ભારે આક્રોશ સાથે સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે આમારા ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. આ મામલે ગુજરાત એન્ટી ટેરર સ્ક્વોડ દ્વારા 15 લાકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. પેપર લીકના કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં પેપર લીકની ઘટના બની છે જેના તાર ગુજરાત બહાર આંધ્રપ્રદેશ અને ઓડિશા સાથે જોડાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે.
જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે વિદ્યાર્થીઓના આક્રોશને જોઇને ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઇ છે.વિદ્યાર્થીઓની માગણી અંગે ચર્ચા કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી છે. રાજ્યમાં વારંવાર પેપર ફૂટવાની બનતી ઘટના મામલે રાજ્ય સરકાર આવનારા બજેટ સત્રમાં કાયદો લાવે તેવી શક્યતાઓ છે. ટૂંક સમયમાં ગુજરાત સરકાર આ અંગે શું જાહેરાત કરે છે તે જોવું રહ્યું.
જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત સરકાર એક્શન મોડમાં, લેશે સખત નિર્ણય
RELATED ARTICLES