Homeઆપણું ગુજરાતગુજરાત સરકારે ખેલાડી પાછળ કર્યો આટલો ખર્ચ

ગુજરાત સરકારે ખેલાડી પાછળ કર્યો આટલો ખર્ચ

વિધાનસભા ગૃહમાં રમતગમત વિભાગની પ્રશ્નોતરી દરમિયાન રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતના રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત સંબંધિત રમતના કોચ દ્વારા સઘન તાલીમ આપી ખેલાડીઓની પ્રતિભાને વધુ ઉજાગર કરવાનો પ્રયાસ રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં સ્પોર્ટ સંકુલ યોજના અંતર્ગત ખેલાડીઓને મળેલા લાભ અંતર્ગત રમત ગમત ખાતાના પ્રધાને જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષા યોજના અંતર્ગત એક શાળા આવેલ છે. આ શાળામાં 248 ખેલાડીઓએ આ યોજનાનો લાભ લીધો છે આ યોજના અંતર્ગત બે વર્ષમાં ખેલાડીઓ પાછળ રૂ.4,13,12,053 ખર્ચ કરવામાં આવ્યો છે.
સંકુલ યોજના અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં નામાંકિત શાળાઓમાં અને મેદાનો ઉપલબ્ધ હોય તેવી શાળાઓમાં પીપીપી મોડેલથી આ યોજના 2013-14માં શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેલાડીઓને  કોચ દ્વારા તાલીમ આપવામાં આવેલ છે. ખેલાડીઓ પાછળ કરવામાં આવતા ખર્ચ સંદર્ભે પ્રત્યેક ખેલાડી પાછળ રૂપિયા 1.68 લાખ ખર્ચ કરવામાં આવે છે.
જોકે ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં એવી સ્કૂલો છે જેમની પાસે રમતગમતનું મેદાન નથી. આ સાથે જરૂરી સાધનો નથી અને પીટી ટીચરની જગ્યા પણ ખાલી છે. ઉપરાંત શહેરો અને ગામડાઓમાં બગીચા અને મેદાન પર બાંધકામ થઈ ગયા છે અથવા તો અતિક્રમણ છે આથી બાળકો રમી શકતા નથી. રમતગમત મામલે સરકારના પ્રયાસો સારા હોવા છતાં હજુ ઘણું કરવાનું બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular