Homeઆપણું ગુજરાતGujarat Elections: પહેલા તબક્કાના ટોપ 10 ધનિક ઉમેદવારો

Gujarat Elections: પહેલા તબક્કાના ટોપ 10 ધનિક ઉમેદવારો

1. રમેશભાઈ વિરજીભાઈ ટીલાળા
રમેશભાઈ વીરજીભાઈ ટીલાળા રાજકોટ દક્ષિણમાંથી BJP તરફથી ચૂંટણી લડી રહ્યા છે, તે ગુજરાતમાં પ્રથમ તબક્કાના 788 ઉમેદવારોમાં સૌથી ધનિક છે. ટીલાળા પાસે 175 કરોડથી વધુની સંપત્તિ છે, જેમાં 19 કરોડની જંગમ અને 156 કરોડથી વધુની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે. 153 કરોડની કિંમતના કોમર્શિયલ પ્લોટ, ખેતીની જમીન અને બંગલા છે. 175 કરોડના માલિક હોવા છતાં રમેશભાઈ પાસે પોતાનું કોઈ વાહન નથી કે પત્નીના નામે કોઈ વાહન નોંધાયેલ નથી. રમેશભાઈ માત્ર 7 ધોરણ સુધી જ ભણ્યા છે.

2. ઈન્દ્રનીલ રાજગુરુ
બારમું ભણેલા ઈન્દ્રનીલ રાજગુરુ રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે. ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં લડી રહેલા 788 ઉમેદવારોમાં બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. રાજગુરુની કુલ સંપત્તિ 162 કરોડ રૂપિયાથી વધુ છે. તેમાંથી 66.88 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 76 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. રાજગુરુ પાસે 17 લક્ઝરી વાહનો છે.

3. જવાહરભાઈ પથલજીભાઈ ચાવડા
જામનગરના માણાવદરથી ભાજપના ઉમેદવાર જવાહરભાઈ પથલજીભાઈ ચાવડા પાસે કુલ 130 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. જવાહરભાઈએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેમની પાસે 25.56 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને 100 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિ છે. 1.17 કરોડથી વધુની કિંમતના ઘરેણા છે. જેમાં ઘડિયાળોથી લઈને સોનાના દાગીના સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. જવાહરભાઈ પાસે 11 વાહનો છે.

4. પબુભ વિરંભ માણેક
દ્વારકાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પબુભ વિરંભ માણેક શ્રીમંત ઉમેદવારોની યાદીમાં ચોથા નંબરે છે. માણેક પાસે કુલ 115 કરોડથી વધુની સંપત્તિ છે. 29 કરોડની જંગમ અને 86 કરોડથી વધુની સ્થાવર મિલકત સામેલ છે. પભ વિરંભ માણેક પણ બહુ ભણ્યા નથી. તેમના ચૂંટણી એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ત્રીજા ધોરણ સુધી જ ભણ્યા છે. પબુભ પાસે 82 લાખથી વધુની જ્વેલરી અને 1.45 કરોડના પાંચ લક્ઝરી વાહનો છે. 86 કરોડની કિંમતની જમીન અને મકાન જ છે.

5. ભચુભાઈ ધરમશી અરેઠિયા
કચ્છની રાપર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભચુભાઈ ધરમશી ગુજરાતના પાંચમા સૌથી ધનિક ઉમેદવાર છે. ભચુભાઈ પાસે કુલ 97 કરોડથી વધુની સંપત્તિ છે. જેમાં 75 કરોડથી વધુની જંગમ સંપત્તિ અને 22 કરોડથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. ભચુભાઈ 11મા ધોરણ સુધી જ ભણ્યા છે. તેની પાસે ત્રણ લક્ઝરી કાર છે. 22 લાખની કિંમતના દાગીના છે.

6. રીવાબા જાડેજા
ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રીવાબા જાડેજા આ વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. ભાજપે રીવાબાને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રીવાબા પાસે કુલ 97 કરોડથી વધુની સંપત્તિ છે. તેમાં 75.18 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 22 કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. રીવાબા પાસે મોટા બંગલા છે. આ સિવાય લગભગ એક કરોડ રૂપિયાના દાગીના છે. જેમાં સોના, ચાંદી, ડાયમંડ જ્વેલરીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં રિવાબાએ જણાવ્યું છે કે તેમની પાસે કુલ 34.80 લાખ રૂપિયાના સોનાના ઘરેણા છે. આ સિવાય 14.80 લાખ રૂપિયાના હીરા અને આઠ લાખ રૂપિયાના ચાંદીના ઘરેણાં છે. રવિન્દ્ર પાસે 23.43 લાખ રૂપિયાના સોનાના ઘરેણા છે.

7. મુલુભાઈ રણમલભાઈ કંડોરિયા
દ્વારકા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મુલુભાઈ ગુજરાતના સાતમા સૌથી ધનિક ઉમેદવાર છે. મૂળુભાઈ પાસે કુલ 88 કરોડથી વધુની સંપત્તિ છે. તેની પાસે 19.11 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 69.49 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. મૂળુભાઈએ અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તેની પાસે પોતાનું કોઈ વાહન નથી, જોકે તેની પાસે 28 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના છે.

8. જનકભાઈ તલાવિયા: અમરેલીની લાઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જનકભાઈ તળાવિયા ગુજરાતના આઠમા સૌથી ધનિક ઉમેદવાર છે. જનકભાઈની કુલ સંપત્તિ 58 કરોડ રૂપિયા છે. તેમાં 1.21 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 56.92 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

9. કાંતિભાઈ હિંમતભાઈ બલર: સુરત ઉત્તરમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા કાંતિભાઈ હિંમતભાઈ બલરનો પણ ગુજરાતના દસ સૌથી ધનિક ઉમેદવારોની યાદીમાં સમાવેશ થાય છે. કાંતિભાઈ નવમા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની પાસે કુલ 54 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 1.19 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 52.78 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.

10. પુરુષોત્તમભાઈ સોલંકી: ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ સોલંકી ગુજરાતમાં 10મા સૌથી ધનિક ઉમેદવાર છે. સોલંકી પાસે કુલ 53 કરોડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular