Homeઆપણું ગુજરાતGujarat elections:'હું ચૂંટણી લડવાનો નથી', ભરતસિંહ સોલંકી

Gujarat elections:’હું ચૂંટણી લડવાનો નથી’, ભરતસિંહ સોલંકી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણી તેઓ લડવાના નથી. તેઓ પ્રચાર કરી અને લોકો સુધી કોંગ્રેસની વાત પહોંચાડશે અને ઉમેદવારોનું માર્ગદર્શન કરશે. ભરતસિંહ સોલંકી આ વખતે તેમના મતવિસ્તાર બોરસદને બદલે પેટલાદ થી ચૂંટણી લડવાના છે તેવી તેવી અટકડો વહેતી થઈ હતી. આ સાથે તેઓ વિરમગામ વિધાનસભા થી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડશે તેવી પણ વાતો વહેતી થઈ હતી. તેમણે તમામ વાતોને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે હું આ આવનારી વિધાનસભાની ચૂંટણી લડવાનો નથી. તેમને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે હું પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ હતો ત્યારે પણ મેં ટિકિટ માગી ન હતી. હું ક્યારે પણ પક્ષ પાસે ટિકિટ માગતો નથી.

RELATED ARTICLES

Most Popular