Homeઆપણું ગુજરાતગુજરાત ચૂંટણી: મુસ્લિમ બહુમતીવાળી દરિયાપુર બેઠક પર ભાજપના કૌશિક જૈનનો વિજય

ગુજરાત ચૂંટણી: મુસ્લિમ બહુમતીવાળી દરિયાપુર બેઠક પર ભાજપના કૌશિક જૈનનો વિજય

ગુજરાત વિધાનસભાની તમામ 182 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. અનેક બેઠકોના પરિણામો પણ આવી ગયા છે. ટ્રેન્ડમાં ભાજપને બમ્પર જીત મળી રહી છે. ગુજરાતમાં ભાજપ 150નો આંકડો પાર કરતી જોવા મળી રહી છે, ત્યારે દરિયાપુર વિધાનસભા બેઠક પર મત ગણતરીમાં ભાજપના કૌશિકભાઈ સુખલાલ જૈન (કૌશિક જૈન)નો વિજય થયો છે.
દરિયાપુર મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. આ બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થયું હતું. આ બેઠક માટે 7 ઉમેદવારો મેદાનમાં હતા. આ બેઠક પર કોંગ્રેસે ફરી એકવાર ગ્યાસુદ્દીન હબીબુદ્દીન શેખને મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ અહીં સતત જીતતા રહ્યા છે. ભાજપે ‘કૌશિક જૈન’ને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ તાજ મોહમ્મદ હબીબભાઈ કુરેશીને મેદાનમાં ઉતાર્યા હતા. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીને હસનખાન સમશેરખાન પઠાણ ‘હસનલાલા’ (હસનખાન સમશેરખાન પઠાણ ‘હસનલાલા’)ને મેદાનમાં ઉતાર્યા હતા. મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર હોવાથી દરેક પક્ષોએ મુસ્લિમ ઉમેદવારને જ મેદાનમાં ઊતાર્યા હતા, પરંતુ તેમ છતાં ભાજપે અહીં બિન-મુસ્લિમ ઉમેદવાર-કૌશિક જૈનને ઊભા રાખવાનું જોખમ ખેડ્યું હતું અને તેમનું આ જૂગટું સફળ રહ્યું અને આ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કૌશિક જૈને ઝળહળતો વિજય મેળવ્યો છે.
અમદાવાદના દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં 2,09,909 મતદારો છે. અહીં પુરૂષ મતદારોની સંખ્યા 1,07,597 છે. મહિલા મતદારોની સંખ્યા 1,02,300 છે. અહીં 12 ટ્રાન્સજેન્ડર મતદારો છે. 2012 અને 2017માં આ બેઠક પરથી કોંગ્રેસના શેખ ગ્યાસુદ્દીન હબીબુદ્દીનનો વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular