Homeઆપણું ગુજરાતમહારાષ્ટ્રમાં Gujarat Election Effect: જાહેર કરી એક દિવસની રજા

મહારાષ્ટ્રમાં Gujarat Election Effect: જાહેર કરી એક દિવસની રજા

મહારાષ્ટ્ર સરકારે એક GR બહાર પાડીને રાજ્યના સરહદી જિલ્લાઓમાં કામ કરતા કર્મચારીઓને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને 1 દિવસની રજા આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રે પડોશી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકારે રાજ્યના સરહદી જિલ્લાઓમાં કામ કરતા ગુજરાત વિધાનસભાના મતદારો માટે એક દિવસની રજાની મંજૂરી આપતો GR જારી કર્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના સરહદી જિલ્લાઓ જેમ કે પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલેની કંપનીઓને કર્મચારીઓને એક દિવસની રજા આપવી પડશે. સાથે જ તમામ ખાનગી કંપનીઓને તેનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. જો હુકમનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં 4-6 જાન્યુઆરી 2023ના રોજ વિશ્વ મરાઠી સંમેલનનું આયોજન કરવા અંગે એક પણ GR બહાર પાડ્યો છે. આ માટે રાજ્ય અને દેશની મરાઠી અને મહારાષ્ટ્ર સંબંધિત તમામ સંસ્થાઓને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ગૌરવ સાથે સંબંધિત આ સંમેલનમાં રાજ્યની મોટી હસ્તીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular