Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આભાર ગુજરાતઃ મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આભાર ગુજરાતઃ મોદી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પક્ષે મળેલી ઐતિહાસિક જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે થેન્ક્યુ ગુજરાત. વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપે ભગવો લહેરાવ્યો છે અને ગુજરાતની જનતાએ ફરીવાર ભાજપને જનાદેશ આપ્યો છે.
ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ રાષ્ટ્રના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરીને ગુજરાતની પ્રજા અને પક્ષાના કાર્યકરોનો આભાર માન્યો છે. વડા પ્રધાનની સાથે સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ રાજયની જનતાનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરતા લખ્યું હતું કે આભાર ગુજરાત. વિધાનસભાની ચૂંટણીના અસાધારણ પરિણામો જોઈને હું ઘણી લાગણીઓથી વહી ગયો છું. જનતાએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને એની તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું હતું કે હું ઈચ્છું છું કે આ ગતિ વધુ ઝડપથી ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.

તમામ મહેનતુ ગુજરાતના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું તમે દરેક લોકો ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત આપણા કાર્યકર્તાની અસાધારણ મહેનત વિના ક્યારેય શક્ય બની ના હોત. વાસ્તવમાં તેઓ આપણા પક્ષની તાકાત છે, એમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું.
અમદાવાદમાં ઘાટલોડિયા બેઠક પરથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 192,000 મતની લીડથી વિજેતા બન્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના મતદારોનો આભાર માન્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular