Homeઆપણું ગુજરાતGujarat election Result: ટ્રેન્ડમાં ભાજપે માધવસિંહનો 151 સીટનો રેકોર્ડ તોડ્યો, કોંગ્રેસ-AAPના સુપડા...

Gujarat election Result: ટ્રેન્ડમાં ભાજપે માધવસિંહનો 151 સીટનો રેકોર્ડ તોડ્યો, કોંગ્રેસ-AAPના સુપડા સાફ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવી રહી છે. હાલ ભાજપ 152 બેઠકો પર આગળ ચાલી રહી છે. જો ભાજપ 151થી વધુ બેઠકો જીતશે તો માધવ સિંહ સોલંકીનો 1985નો રેકોર્ડ તોડશે. ઉપરાંત સતત સાતમી વખત જીત મેળવીને પશ્ચિમ બંગાળમાં લેફ્ટ ફ્રન્ટનો સતત જીતનો રેકોર્ડ પણ તુટશે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં ઉજવણી શરુ થઇ ગઈ છે.
મળતી માહિતી મુજબ રાજ્યનાં પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ આગળ ચાલી રહ્યા છે.
સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત થઇ છે
ધોરાજીનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેમણે જણાવ્યું છે કે, આપને કારણે મારી હાર થઇ છે.
કતારગામમાં AAPના ગોપાલ ઇટાલિયા હારી રહ્યા છે.
વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે.
વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી પાછળ ચાલી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular