Homeઆપણું ગુજરાતભાવનગર માં 7 વિધાનસભાની ચૂંટણી લડવા ઉમેદવારોએ છેલ્લા ૪ દિવસમાં ૧૫૮ ફોર્મ...

ભાવનગર માં 7 વિધાનસભાની ચૂંટણી લડવા ઉમેદવારોએ છેલ્લા ૪ દિવસમાં ૧૫૮ ફોર્મ ઉપાડયા

આગામી ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા સભાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની પણ યાદીઓ પણ તૈયાર કરાઈ રહી છે અને ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં આજદિન સુધીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં ફોર્મ ઉપાડ વિગત નીચે મુજબ છે.

૯૯ મહુવા બેઠક માટે કુલ- ૨૩,
૧૦૦ તળાજા બેઠક માટે કુલ-૨૬,
૧૦૧ ગારીયાધાર બેઠક માટે કુલ-૩૧,
૧૦૨ પાલીતાણા બેઠક માટે કુલ-૧૮,
૧૦૩ ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કુલ-૧૧ ,
૧૦૪ ભાવનગર પૂર્વ બેઠક માટે કુલ-૨૧,
૧૦૫ ભાવનગર પશ્ચિમ બેઠક માટે કુલ-૨૮,
કુલ-૧૫૮

સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો પર મતદાન પહેલી ડિસેમ્બરે છે . આ ફોર્મ ભરનારા અને અંતિમયાદીમાં જેમનું નામ આવશે તે ઉમેદવારોનું ભાવિ ડિસેમ્બરે મત પેટીમાં નક્કી થશે અને આઠમી ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે.

RELATED ARTICLES

Most Popular