ગુજરાતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI માં બળવો! નવા પ્રદેશ પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ 300 હોદ્દેદારે આપ્યા રાજીનામા

આપણું ગુજરાત

Ahmedabad: ગુજરાત વિધાનસભાની ચૂંટણી દિવસેને દિવસે નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ વધુને વધુ કફોડી બનની જતી હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીના કોઈ ને કોઈ નેતાઓની નારાજગીના સમાચાર મળતા રહે છે. ઘણા સ્થાનિક નેતાઓ પાર્ટી છોડી ભાજપ કે આપમાં જતા રહ્યા છે ત્યારે આજે ગુજરાતમાં NSUIના નવ નિયુક્ત પ્રમુખ પદગ્રહણ કરે તે પહેલા જ NSUIમાં બળવો થયો છે.
આજે NSUIના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નરેન્દ્ર સોલંકી પદ સંભાળવાના હતા પરતું એ પહેલાં NSUIના 300 હોદ્દેદારોએ રાજીનામા આપી દીધાં છે. ગુજરાત NSUI પ્રદેશ મહામંત્રી ફરહાન ખાને પણ રાજીનામુ આપ્યુ હતું. આમ, કોંગ્રેસમાં નવો વિવાદ ઉભો થયો છે.

નારાજ હોદ્દેદારોએ કોંગ્રેસ લીડરશીપ પર પક્ષપાત અને અવગણનાના આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી કામ કરનાર વિદ્યાર્થીઓ માટે લડનારા અને અનેક પોલીસ કેસ અને લાઠીચાર્જ સહન કરનાર કાર્યકર્તાઓની કોંગેસમાં સતત અવગણના થઈ રહી છે. સાચા કાર્યકર્તાઓ કોંગ્રેસની જુથબંધીનો ભોગ બને છે.ગુજરાતના પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUIના પદોનો વેપાર કરવામાં આવ્યો છે. મોટા જુથના ઇશારે રઘુ શર્મા દ્વારા નરેન્દ્ર સોલંકીની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે.અનેક સિનિયર વિદ્યાર્થી નેતા હોવા છતાં માત્ર એક ચિઠ્ઠીથી નિર્ણય કરવામાં આવ્યો છે.


નરેન્દ્ર સોલંકી પદગ્રહણ સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, NSUI ના પુર્વ પ્રમુખ હાજર રહ્યા હતા.આ પ્રસંગે નરેન્દ્ર સોલંકીએ કહ્યુ કે, હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીને NSUI નો પ્રમુખ બનાવ્યો તે બદલ શિર્ષસ્થ નેતૃત્વને આભારી છું. વિદ્યાર્થીના પ્રશ્નો મુદ્દે લડવા અને રાજ્યમાં ફેલાયેલા ડ્રગ્સના દુષણને ડામવા કાર્યરત રહીશ.
કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કોંગ્રસના સેંકડો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે આ રીતે NSUI 300 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસ લીડરશીપ પર સવાલો ઉઠ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.