ગુજરાત વિધાનસભામાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ આજે ભુપેન્દ્ર પટેલ બીજી વાર ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આજે બપોરે બે વાગ્યે ગાંધીનગરના સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભુપેન્દ્ર પટેલ અને અન્ય પ્રધાનનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સપથ લેવડાવશે. મળતી માહિતી મુજબ પ્રધાનમંડળમાં 20 થી 25 પ્રધાનોનો સમાવેશ થશે. શપથ બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ ખાતાની ફાળવળી પણ કરી દેવામાં આવશે. આજે સાંજે જ કેબિનેટની પહેલી બેઠક મળશે.
શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. શપથ ગ્રહણ સમારોહ માટે હેલીપેડ ગ્રાઉન્ડ પર વિશાલ ડોમ તૈયાર કરાયું છે. ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ પ્રધાનો, વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો બેસશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે. VVIPઓની સુરક્ષાને લઈને માઇક્રો લેવલની સિક્યુરિટીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
રવિવારની રાત્રે કેટલાક વિધાનસભ્યોને ગાંધીનગરથી પ્રધાનપદ માટે ફોન આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, ભાનુબેન બાબરિયા, જગદીશ પંચાલને ફોન આવ્યો હતો. આ ઉપરાંત બચુભાઈ ખાબડ, કુબેર ડિંડોર, પરુષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, મુળુભાઈ બેરા, ભીખુસિંહ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયાને પ્રધાનપદ માટે રાત્રે ફોન આવ્યો હતો.
ગુજરાતના CMની શપથવિધિ: આ MLAએ મળી શકે છે પ્રધાનપદ, સાંજે ખાતાની ફાળવણી થશે
RELATED ARTICLES