ગુજરાતના CMની સુરક્ષામાં ચૂક: પોરબંદરમાં મુખ્યપ્રધાનના કોન્વોયના રસ્તામાં આખલા આવી ચડ્યા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Porbandar: હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોરબંદરમાં આયોજિત તિરંગા યાત્રામાં પહોંચેલા મુખ્યપ્રધાન (CM Gujarat)ભુપેન્દ્ર પટેલની(Bhupendra Patel) સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. મુખ્યપ્રધાનના કોન્વોયના રસ્તામાં બે આખલાઓ ઘુસી ગયા હતા. રાજ્યભરમાં રસ્તા પર રખડતા ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાયાના સમાચાર મળતા રહે છે. ત્યારે હજુ ગઈ કાલે જ કડીમાં આયોજીત તિરંગા યાત્રામા ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલને રખડતી ગાયે અડફેટે લેતા તેમને ઢીંચણમાં ઈજા પહોંચી હતી. ત્યારે આજે પોરબંદરમાં મુખ્યપ્રધાનની રેલીમાં પણ આખલા જોવા મળતા તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાનના કાર્યક્રમના રૂટ પર રખડતા પશુઓને દુર કરવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા શેરી-વિસ્તારોમાં ખાસ માણસો મુકવામાં આવ્યા હતા છતાં આ ઘટના બની હતી. મુખ્યપ્રધાન જ્યારે તિરંગા યાત્રા પૂર્ણ કરી પોતાના કોન્વોય સાથે પરત જઇ રહ્યા હતા. તે સમયે યુગાન્ડા રોડ પર આખલા ઘુસી ગયા હતા. આખલા ઘુસીતો આવ્યા પણ સદનસીબે કોઈ અણગમતો બનાવ બન્યો ન હતો.
આટ આટલી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ જો મુખ્યુપ્રધાનના કોન્વોયમાં આખલા ઘુસી જતા હોય ત્યારે સામાન્ય જનતાની સુરક્ષાની જવાબદારી માટે તંત્ર ભરોષો કેવી રીતે કરવો?
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.

1 thought on “ગુજરાતના CMની સુરક્ષામાં ચૂક: પોરબંદરમાં મુખ્યપ્રધાનના કોન્વોયના રસ્તામાં આખલા આવી ચડ્યા

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.