ગુજરાતની બસનો મહારાષ્ટ્રમાં અકસ્માત, પથ્થરને કારણે લોકો બચી ગયા

અવર્ગીકૃત આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા નવાપુરથી આશરે વીસેક કિલોમીટરના અંતરે ચરણમાળ ઘાટ પાસે માલેગાંવ-સુરતની ગુજરાતની બસને અકસ્માત નડ્યો હતો ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ઊંડી ખીણના કિનારે એક પાથરના સહારે અટકી હતી. બસનો આગળનો ભાગ હવામાં લટકી રહ્યો હતો જો બસનું સંતુલન બગડ્યું હોત તો તે ઊંડી ખીણમાં ખાબકી હોત. સદભાગ્યે કોઈ જાનહાની થઇ નથી.
બસના ડ્રાઈવર અને કંડકટરે હિંમત બતાવી એક પછી એક તમામ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.
અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 4 બાળકો સહિત 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.
આ ઘાટ પર અકસ્માતની આ પહેલી ઘટના નથી. અહીં અવારનવાર અકસ્માત થતા રહેતા હોય છે. બે દિવસ પહેલા અ જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું.
મળતી માહિતી મુજબ બસ માલેગાવથી સુરત આવી રહી હતી ત્યારે ચરણમાળ ઘાટ ખાતે સાપોલિયા વળાંક પાસે બસની એક્સેલ તૂટી ગયા બાદ બ્રેક ફેઇલ થતા અકસ્માત સર્જાયો હતો. બસ કાબુ બહાર જઈને રોડની બાજુમાં આવેલા પથ્થરો સાથે અથડાઈ તેની ઉપર ચડી ગઇ અને ત્યારપછી તેનો આગળનો ભાગ ખીણના કિનારે હવામાં લટકી ગયો હતો, જેના કારણે બસમાં હંગામો મચી ગયો હતો. બસમાં બેઠેલા તમામ લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી. જોકે, બાજુના ગામવાસીઓ અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પછી એક પછી એક તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ બાળકોને બારીમાંથી બહાર કાઢ્યા હતા. નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી ક્રેન દ્વારા બસને બહાર કાઢવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.