ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટની માફક આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
નાણાપ્રધાન કનુ દેસાઈએ જાહેરાત કરી કે રાજ્યમાં નવા કોઇ કરવેરા લગાડવામા નહીં આવે. પીએનજી સીએનજી સસ્તા થશે, વેટ 10%નો ઘટાડો કરાશે.વેટ 15% થી ઘટાડી 5% કરાશે. આ ઘટાડાથી લોકોને વર્ષિક આશરે રૂ.1000/- કરોડની રાહત થયેલ છે.
અટલ ભુજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા 200 કરોડની જોગવાઈ
સૌરાષ્ટ્રામં પાણી પહોંચાડવા માટે 800 કરોડ ફાળવાયા
સૈનિકો માટે 10 નવી રક્ષાશક્તિ યુનિવર્સિટી નિર્માણ કરવામાં આવશે. આ સાથે બજેટમાં જણાવાયુ કે, નવી પાંચ નર્સીગ કોલેજ સ્થાપવામાં આવશે.
દરેક જિલ્લામાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ સાથે દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઇ કરાઈ છે. પાલક માતા-પિતા યોજના હેઠળ 73 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
શ્રમિકોના બાળકો માટે આંગણવાડી, ઘોડિયાઘર, તેમજ આરોગ્ય ચકાસણી કેન્દ્રની સ્થાપના માટે 3 કરોડની જોગવાઇ.
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે સેફટી લેબની સ્થાપના માટે 1 કરોડની જોગવાઇ.
GIDC વિસ્તારમાં સ્થાનિક યુવાધન માટે લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ (LIVE) યોજના માટે 25 કરોડની જોગવાઇ.
મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્ડય માટે 16 કરોડની જોગવાઇ. ગુજરાત એપેક્સ ઈન્સ્ટીટ્યુટને વિકસાવવા માટે 11 કરોડની જોગવાઇ.