Homeઆપણું ગુજરાતGujarat Budget 2023-24: દ્વારકા ખાતે નવુ એરપોર્ટ, GIFT સીટી ખાતે રીવરફ્રન્ટ...

Gujarat Budget 2023-24: દ્વારકા ખાતે નવુ એરપોર્ટ, GIFT સીટી ખાતે રીવરફ્રન્ટ બનશે

ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટની માફક આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડની જોગવાઈ કરાઇ છે. ગૃહ વિભાગ માટે 8 હજાર 574 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ વિભાગ માટે 257 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 21 હજાર 605 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
વટામણ – પીપલી, સુરત – સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ – ભચાઉ, રાજકોટ – ભાવનગર ને હાઈ સ્પીડ કોરિડોરથી જોડવા રૂ.384 કરોડની જોગવાઈ
ભરૃચ – દહેજ એક્સપ્રેસ વે માટે રૂ.160 કરોડની જોગવાઈ
સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ માટે રૂ.57 કરોડની જોગવાઈ
અમદાવાદ ગીતા મંદિર, ભરૂચ, અમરેલી, મોડાસા, પાટણ, નવસારી અને ભુજમાં બસ પોર્ટ વિકસાવવામાં આવશે
Gift સીટી નજીક સાબરમતીનદી પર રિવરફ્રન્ટ બનાવવા રૂપિયા 150 કરોડની જોગવાઈ
સાબરમતી નદી પર બેરેજ બાંધવા માટે રૂ.150 કરોડની જોગવાઈ
સરદાર સરોવર યોજના માટે રૂ.5950 કરોડ
ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રિંકલર વસાવવા રૂ.1500 કરોડ
નલ સે જલ યોજના માટે રૂ.2602 કરોડ
ગુજરાત બજેટમાં અંબાજી, ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે
આ ઉપરાંત કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવુ એરપોર્ટ બનાવાશે.
બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે 500 કરોડની જોગવાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular