Homeઆપણું ગુજરાતGujarat Budget 2023-24: વધુ બે લાયન સફારી બનશે, વન-પર્યાવરણના સંવર્ધન માટે મહત્વની...

Gujarat Budget 2023-24: વધુ બે લાયન સફારી બનશે, વન-પર્યાવરણના સંવર્ધન માટે મહત્વની જાહેરાત

વિકાસની સાથે પર્યાવરણના જતન અને વનોના રક્ષણ અને સંવર્ધન માટે નાણાપ્રધાન કનુ દેસાઈએ રજુ કરેલા બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે.
• વનોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે 512 કરોડની જોગવાઇ.
• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે 353 કરોડની જોગવાઇ.
• વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસ માટે 317 કરોડની જોગવાઇ.
• વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે 204 કરોડની જોગવાઈ
• હરિત વસુંધરા પ્રોજેકટ, પાવન વૃક્ષ વાટીકા અને વૃક્ષોનું આવરણ વધારવાની વિવિધ યોજનાઓ માટે 40 કરોડની જોગવાઇ.
• ગીર અભયારણ્ય તેમજ વધુ બે લાયન સફારીનો વિકાસ કરવા માટે 27 કરોડની જોગવાઇ.
• મિયાવાકી પદ્ધતિથી 75 અર્બન ફોરેસ્ટ(વન કવચ)ના નિર્માણ માટે 20 કરોડની જોગવાઇ.
• દરિયાઇ સૃષ્ટિના સંવર્ધન, વાવાઝોડા સામે રક્ષણ અને દરિયાઇ કાંઠાના ધોવાણ અટકાવવા દરિયાકાઠાં પર ચેર વાવેતર અને પુનઃસ્થાવપન માટે 11 કરોડની જોગવાઈ.
• ઘાસ સંગ્રહ વધારવા માટે ઘાસ ગોડાઉન બાંધકામ યોજના હેઠળ 8 કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારોમાં લોકોની આવક વધારવા તેમજ વનક્ષેત્રમાં વૃદ્ધિ કરવા એગ્રો ફોરેસ્ટ્રીને ખાસ ઉત્તેજન આપવા માટે 8 કરોડની જોગવાઇ.
• ‘Mission LiFE’ અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રમાં તાલીમ અને માનવ સંસાધન વિકાસ હાથ ધરવા તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવા 6 કરોડની જોગવાઈ.
• ગુજરાત વિશ્વ કક્ષાએ સ્વીકૃતિ મેળવેલ ચાર રામસર સ્થળો ધરાવે છે. આ ધરોહરની જાળવણી અને વિકાસ માટે 1 કરોડની જોગવાઇ.
નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે.
• સોલર રૂફટોપ યોજના માટે 824 કરોડની જોગવાઈ.
• 10 હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે 12 કરોડની જોગવાઇ.
• આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે 7 કરોડની જોગવાઈ.
• ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે 6 કરોડની જોગવાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular