ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની સ્થિતિ નબળી હોવાના અહેવાલો અવારનવાર મળતા રહે છે જેને લઈને સરકારને ટીકાનો સમાનો કરવો પડ્યો છે. માટે ગુજરાત સરકારે વર્ષ 2023-24ના બજેટમાં માટે સૌથી વધુ ફાળવણી શિક્ષણ ક્ષેત્રે કરી છે. શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.43650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગત વર્ષની શિક્ષણ વિભાગની જોગવાઈમાં 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે જોગવાઈઓ:
• મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે રૂ.3109 કરોડની જોગવાઈ.
• સરકારી શાળાઓની માળખાકિય સુવિધાઓની જાળવણી માટે રૂ.109 કરોડની જોગવાઈ.
• અંદાજે 6 હજાર મોટી પ્રાથમિક શાળાઓમાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે રૂ.87 કરોડની જોગવાઈ.
• પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ રૂ.64 કરોડની જોગવાઈ.
• ધોરણ 1 થી 8 મા RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ ૮ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ.૨૦,૦૦૦નું શાળા વાઉચર આપી સહાય કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
• સૈનિકશાળાઓ સમકક્ષ 10 રક્ષાશક્તિ સ્કૂલ્સ શરૂ કરવા માટે રૂ.5 કરોડની જોગવાઇ.
• સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને સમયસર અને કેશલેસ તબીબી સુવિધા મળી રહે તે માટે હેલ્થ કાર્ડ આપવાનું આયોજન.
ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ માટેની જોગવાઈઓ:
• ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનીંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારીત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા રૂ.401 કરોડની જોગવાઇ.
• ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારીગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહીતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે રૂ.390 કરોડની જોગવાઈ.
• પ્રોટોટાઇપિંગ ડેવલેપમેન્ટ સેન્ટર માટે રૂ.70 કરોડની જોગવાઈ.
• રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણમાટે રૂ.64 કરોડની જોગવાઈ.
• ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે રૂ.40 કરોડની જોગવાઈ.
•સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડઅને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ કેન્દ્રની સ્થાપના માટે રૂ.6 કરોડની જોગવાઈ.
• દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રૂ.૫ કરોડની જોગવાઈ.
•STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિગનીયરીંગએન્ડ મેથેમેટીક્સ)તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAMસર્ટીફીકેટ સ્કોલરશીપ યોજનાઅંતર્ગતઅનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ રૂ.૫ કરોડની જોગવાઈ.