Homeઆપણું ગુજરાતGujarat Budget 2023-24: શિક્ષણ વિભાગને સૌથી વધુ ફાળવણી, અરવલ્લી, છોટાઉદેપુરમાં નવી મેડિકલ...

Gujarat Budget 2023-24: શિક્ષણ વિભાગને સૌથી વધુ ફાળવણી, અરવલ્લી, છોટાઉદેપુરમાં નવી મેડિકલ કોલેજ

ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટની માફક આત્મનિર્ભરતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામા આવ્યું, શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું.

બજેટમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે:
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ 264 કરોડની જોગવાઈ.
આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 15,182 કરોડની જોગવાઈ
અરવલ્લી, છોટાઉદેપુરમાં નવી મેડિકલ કોલેજ સ્થપાશે.
50 હજાર મનો દિવ્યાંગોને આર્થિક સહાય આપવા 60 કરોડની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, અંબાજી ધરોઈ ડેમ, ગીર અભયારણ્ય, દ્વારકા શિવરાજપુર બીચ એમ 5 પ્રવાસન સ્થળોને વિકસાવવા 5 વર્ષમાં 8000 કરોડનો ખર્ચ કરાશે.
ધોલેરામાં દેશના પ્રથમ સેમિકંક્ટર પ્લાન્ટની જાહેરાત
દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ શરુ કરાશે
નલ સે જલમાં જે કનેક્શન બાકી છે તેની કામગીરી પૂર્ણ કરવા પર ભાર
ઈન્ટરનેટ કનેક્ટિવિટી આપવા ફાઈબર નેટવર્ક ઉભું કરાશે
5 હાઈસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે
મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં મિલેટનો સમાવેશ કરાશે
દસ લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 562 કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ
એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાયકલ આપવા 75 કરોડની જોગવાઈ
વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ

દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular