Homeઆપણું ગુજરાતGujarat Budget 2023-24: ગુજરાત પ્રવાસન વર્લ્ડ ક્લાસ બનશે, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન

Gujarat Budget 2023-24: ગુજરાત પ્રવાસન વર્લ્ડ ક્લાસ બનશે, ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન

રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઊભી કરવા ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસને વેગ આપવા આ વિભાગના બજેટ 346% નો વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસનના વિભાગ માટે રૂ.2077 કરોડની જોગવાઇ કરવમાં આવી છે.
• આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે રૂ.706 કરોડની જોગવાઇ.
• ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચાર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ.640 કરોડની જોગવાઇ.
• એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ.
• અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે 300 કરોડની જોગવાઇ.
• રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે 94 કરોડની જોગવાઇ.
• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે 33 કરોડની જોગવાઇ.
• કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે 25 કરોડની જોગવાઇ.
• ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે 20 કરોડની જોગવાઇ.
• સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે 120 કરોડના આયોજન સામે 10 કરોડની જોગવાઇ.
• એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે 565 કરોડની જોગવાઇ.
• એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે..
• ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા વર્ષ 2016થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવતા સમન્વિ ત પ્રોત્સાહન નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડની જોગવાઇ.
• પ્રચાર અને પ્રસાર માટે બનાવવામાં આવેલ વિવિધ સાહિત્યનું રાજ્યકક્ષાનું આર્કાઇવ ઊભું કરવા માટે 2 કરોડની જોગવાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular