Homeઆપણું ગુજરાતGujarat Budget 2023-24: ખેડૂતોને દિવસમાં વીજળી મળશે, અન્ય મહત્વની જાહેરાતો

Gujarat Budget 2023-24: ખેડૂતોને દિવસમાં વીજળી મળશે, અન્ય મહત્વની જાહેરાતો

અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવા, પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતોને પ્રેરિત કરવા, કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા બજેટમાં વિવિધ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
• કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી‌ઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે 1153 કરોડની જોગવાઇ
• કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રકલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.
• ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 1570 કરોડની જોગવાઇ.
• ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8278 કરોડની જોગવાઇ.
• ટ્રેક્ટર તેમજ અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા 615 કરોડની જોગવાઇ.
• ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 400 કરોડની જોગવાઈ.
• પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 203 કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ.
• ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 125 કરોડની જોગવાઇ.
• સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે 50 કરોડની જોગવાઇ.
• બિયારણ સહાય માટે 35 કરોડની જોગવાઈ.
• નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા 10 કરોડની જોગવાઈ.
• ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે 2 કરોડની જોગવાઈ.
• શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા 2 કરોડની જોગવાઈ.

બાગાયત ખેતેઈ માટે પણ નીચે મુજબની જાહેરાત કરવામાં આવી છે:
• નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ 65 કરોડની જોગવાઇ.
• કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા 40 કરોડની જોગવાઇ.
• નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે 6 કરોડની જોગવાઇ.
• મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે 5 કરોડની જોગવાઇ.
• અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે 3 કરોડની જોગવાઇ.

પશુપાલન માટે જોગવાઈઓ:
• ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે 109 કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 62 કરોડની જોગવાઈ.
• દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 12 કરોડની જોગવાઈ.
• કરુણા એનિમલ એમ્બ્યુલન્સ–1962 ની સેવાઓ માટે 10 કરોડની જોગવાઈ.
• રાજ્યમાં 150 નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા 10 કરોડની જોગવાઈ.

મત્સ્યોદ્યોગ માટેની જોગવાઈઓ:
• નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્દ્રો ના આધુનિકીકરણ અને નિભાવ માટે 640 કરોડની જોગવાઈ.
• સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે 453 કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે 155 કરોડની જોગવાઈ.
• દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોદ્યોગના વિકાસ માટે 117 કરોડની જોગવાઈ.

ખેડૂતોને સહકાર માટે જોગવાઈઓ:
• કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા 3 લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે 1270 કરોડની જોગવાઇ.
• પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે 124 કરોડની જોગવાઇ.
• બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે 38 કરોડની જોગવાઇ.
• કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા 23 કરોડની જોગવાઇ.
• તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે કેપિટલ સહાયની યોજના અંતર્ગત 3 કરોડની જોગવાઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular