Homeદેશ વિદેશગુજરાત જતી બસને ઉજજૈનમાં અકસ્માત: પચીસ ઘાયલ

ગુજરાત જતી બસને ઉજજૈનમાં અકસ્માત: પચીસ ઘાયલ

ઉજજૈન (એમપી): મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં ગુજરાત જતી બસ ગરનાળા પરથી પડીને પલટી જતાં ઓછામાં ઓછા ૨૫ લોકો ઘાયલ થયા હતા જેમાંથી બે ગંભીર છે એમ એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
આ અકસ્માત શનિવારે મોડી રાત્રે થયો હતો. કલેક્ટર કુમાર પુરષોત્તમે જણાવ્યું હતું કે ઈન્દોરથી રાજકોટ જતી બસ ભુકી માતા બાયપાસ પાસે ગરનાળા પરથી પડી જતાં લગભગ ૨૫ મુસાફરો ઘાયલ થયા હતા જેમાંથી બેની હાલત ગંભીર છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મોટાભાગના પીડિતો પૂજા કરવા માટે ઉજજૈનના પ્રખ્યાત મહાકાલેશ્ર્વર મંદિરમાં ગયા હતા.
મહાકાલ વિસ્તારના સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (સીએસપી) ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે લગભગ ૩૫ મુસાફરો સાથેની બસ બેફામ રીતે ચલાવવામાં આવી રહી હતી. બસ પલટી ગયા બાદ તેના આગળના પૈડાં અને એન્જિન વાહનથી અલગ થઈ ગયાં હતાં. બસ રસ્તા પરથી લપસી ગઈ અને ૮ ફૂટ નીચે પડી હતી. આ ઘટના એવા વળાંક પર બની જે અકસ્માતગ્રસ્ત વિસ્તાર છે. અમે બસ ડ્રાઈવર સામે બેફામ ડ્રાઈવિંગનો કેસ દાખલ કર્યો છે જેની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. (પીટીઆઇ)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular