Homeઆપણું ગુજરાતGujarat Board 10-12 Exam : જાણો ક્યારે શરૂ થશે પરીક્ષા ?

Gujarat Board 10-12 Exam : જાણો ક્યારે શરૂ થશે પરીક્ષા ?

ગુજરાતના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધોરણ 10નું ટાઈમ ટેબલ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી​​

ધોરણ 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

સીબીએસઈની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 માટે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને 21 માર્ચ 2023ના રોજ સમાપ્ત થશે. જ્યારે ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીએ શરુ થશે અને 5 એપ્રિલ 2023 સુધી ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular