ગુજરાત ગોકુળ બન્યું: દર્શનાર્થીઓની ભીડ, શોભાયાત્રામાં હજારો જોડાયા

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના દ્વારકા, ડાકોર, શામળાજી, ઢીમા, સોલા ભાગવત, ઈસ્કોન મંદિર અમદાવાદના દિલ્લી દરવાજા નજીકના રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળ્યો હતો. શુક્રવારની રાત્રે ૧૨ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણનો ૫૨૪૯મો જન્મોત્સવ ના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યના દ્વારકા, ડાકોર, શામળાજી. ઢીમા અમદાવાદને સોલા ભાગવત, ઈસ્કોન મંદિર રાયપુરનું રણછોડજી મંદિર સહિતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી થઈ હતી લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યું હતું ભગવાન દ્વારકાધિશનો ૫૨૪૯મો જન્મદિવસ દ્વારકાના જગત મંદિરે વિવિધ ફુલો અને લાઈટીંગથી શણગારવામાં આવ્યું હતું. શુક્રવારે ૧૦:૩૦ કલાકે પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયા પછી ભગવાનની શૃંગાર આરતી કરવામાં આવી હતી, જેનો લહાવો લેવા માટે અને કાળિયા ઠાકરને જન્મદિવસનાં વધામણાં આપવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર દ્વારકા નગરી જાણે કૃષ્ણમય બની ગઈ હતી ભક્તોની ઉમટેલી ભારે ભીડના કારણે દ્વારકા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી કીર્તિમંદિરથી લઈને જગત મંદિર સુધી બેરીકેટ્સ ગોઠવવામાં આવ્યાં હતો.
આ બેરીકેટ્સ મારફતે ભક્તો લાઈનબદ્ધ શિસ્ત સાથે ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. રાજ્યના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ભગવાન દ્વારિકાધિશની નગરી દ્વારિકામાં જન્માષ્ટમીને લઈ ઉત્સાહનો માહોલ જોવા મળી હતો અહીં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી હતી તો રાજ્યના અન્ય બે પ્રસિદ્ધ મંદિરોમાં ડાકોરના રણછોડરાય અને શામળાજીમાં શામળિયા શેઠના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. તો મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી હતી.
ભાવનગરમાં જન્માષ્ટમી પર્વે મટકીફોડ કાર્યક્રમ મહારાષ્ટ્રમાંથી ૧૦૧ ગોવિંદાઓ ખાસ મટકી ફોડ માટે ભાવનગર આવી પહોંચ્યા હતા. ગોવિંદાઓએ માનવ પિરામિડ રચીને ૪૦ ફૂટ ઊંચી મટકીને ફોડી હતી. રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.