ગુજરાત બન્યું ‘ડ્રગ્સ મેન્યુ.હબ’: વડોદરા નજીક સાંકરદાના ગોડાઉનમાં ડ્રગ્સ બનાવવા માટેનું 12 હજાર લિટર રો-મટીરીયલ ઝડપાયું

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Vadodara: તાજેતરમાં ATSએ પાડેલા દરોડામાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરીઓ ધમધમી રહી હોઈવાનું સામે આવ્યું હતું ત્યારે હવે મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાની રો-મટીરીયલ મળી આવ્યું છે. થોડા દિવસ પહેલ ATSની ટીમે વડોદરા નજીક મોકસી વિસ્તારમાં આવેલી નેક્ટર કેમ કંપની પર દરોડો પાડી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કર્યું હતું. ATSએ કંપનીના માલિક પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવ સહીત કુલ 6 આરોપીની ધરપકડ કરી હતી. ATSએ આ આરોપીઓને સાથે રાખી સાંકરદા એસ્ટેટના એક ગોડાઉન પર છાપો માર્યો હતો અને ત્યાંથી MD ડ્રગ્સ બનવામાં માટેનું 12 હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું.
ATSના સૂત્રોએ આપેલી માહિતી મુજબ પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવે ગોરખધંધાને છુપાવવા માટે સાંકરદા ખાતે સ્વસ્તીક સીરામીક એસ્ટેટમાં કેમિકલના સ્ટોરેજનું બહાનું આપી ગોડાઉન ભાડે રાખ્યું હતું. ATSના અધિકારીઓએ દરોડો પાડી 200 લીટરના 60 બેરલ એમ કુલ 12000 લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. પિયુષે પટેલે 2016માં વડોદરાના મનોજ પટેલ પાસેથી કેમિકલ પ્રોસેસ કરવાનું કહીને ગોડાઉન ભાડે રાખ્યું હતું. ગોડાઉનમાંથી એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો મળ્યો છે. FSLની ટીમે કેમિકલના સેમ્પલ લીધા છે, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાની સંભાવના છે.
તાજેતરમાં ગુજરાત ATSએ વડોદરા SOGને સાથે રાખી મોક્સી વિસ્તારની કંપનીમાં દરોડો પાડીને 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ પકડ્યું હતું. જેમાં કંપની સંચાલક સહિત 6 આરોપીને 9 દિવસના રિમાન્ડ અપાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.