ગુજરાત વિધાનસભામાં ભરતી કોભાંડ અને પેપર લિંક કોભાંડ મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. કરાઇ પોલીસ એકેડેમી ખાતે બોગસ રીતે PSIની તાલીમ મેળવી રહેલા મયૂર તડવીનો મુદ્દો વિપક્ષે આજે ગૃહમાં ઉઠાવ્યો હતો. કોગ્રેસના વિધાનસભ્યોએ પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો હતો અને વોક આઉટ કર્યું હતું.
કોગ્રેસે ગૃહમાં બોગસ PSI ભરતી બાબતે ચર્ચા કરવા માંગણી કરી હતી. કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. એક બોગસ વ્યક્તિ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવી એક મહિના સુધી તાલીમ મેળવી અને પગાર મેળવ્યો જે અંગે સરકાર પાસેથી માંગ્યો હતો. સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર ન થતા વિપક્ષના વિધાનસભ્યોએ હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યુ હતું.
આ અંગે કોંગ્રેસના વિધાનસભ્ય અમિત ચાવડા એ કહ્યું કે, રાજ્ય સરકાર પેપરલીક મુદ્દે ગૃહમાં કાયદો લાવી. હવે એક મયૂર તડવી નામનો શખ્સ પરીક્ષા પાસ કર્યા વિના સીધો કરાઇ એકેડેમીમાં પીએસઆઇની તાલીમ મેળવી રહ્યો છે. આ કેવી રીતે શક્ય બની શકે? તેમણે ગૃહ રજ્ય પ્રધાનના રાજીનામાંની માંગણી કરી હતી.
નકલી પીએસઆઈ મયૂર તડવી વિરુદ્ધ ગુનો નોંધાયો છે, આ કેસની તપાસ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. બીજી તરફ સરકારે સ્વીકાર કર્યો કે, ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો.
ગુજરાત વિધાનસભા: PSI ભરતી કૌભાંડ મુદ્દે ગૃહમાં હોબાળો, વિપક્ષે ગૃહ પ્રધાનનું રાજીનામું માગ્યું
RELATED ARTICLES