Homeઆપણું ગુજરાતGujarat Assembly Elections: જનતા પસંદ કરશે AAPના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર, સુરતમાં કેજરીવાલની...

Gujarat Assembly Elections: જનતા પસંદ કરશે AAPના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર, સુરતમાં કેજરીવાલની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો થોડા દિવસોમાં જ જાહેર થવાની છે ત્યારે અચારસંહિતા લાગે એ પહેલા દરેક રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટીની સીધી ટક્કર ભાજપ સાથે થવા જઈ રહી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. આજે તેમણે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને AAPના મુખ્યપ્રધાનના ચહેરા માટે જનતાને પોતાનો મત જણાવવા કહ્યું છે. તેમણે તેના માટે એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ જાહેર કર્યું છે, જેના પર ત્રણ નવેમ્બર સુધી જનતા પોતાનો મત જણાવી શકશે.

AAP દ્વારા જાહેર કરવામાં આવેલા ફોનનંબર 6357000360 પર એસએમએસ, વ્હોટ્સએપ મેસેજ, વોઇસ મેસેજ અથવા ઈમેલ આઈડી [email protected]  પર ઇમેલ કરી રાજ્યના લોકો AAPના મુખ્યપ્રધાનના ચહેરા માટે પોતાનું મંતવ્ય જણાવી શકે છે છે. 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી આ ફોનનંબર ચાલુ રહેશે અને 4 નવેમ્બરના રોજ AAPના મુખ્યપ્રધાન પદનો ચહેરો જાહેર કરવામાં આવશે.

સુરત ખાતે અરવિંદ કેજરીવાલે કહ્યું કે હતું કે ભાજપે મુખ્યપ્રધાન કોને બનાવશે એ જનતાને પૂછ્યું નથી, પરંતુ અમે જનતાને પૂછીને જ નિર્ણય લઈએ છીએ. આજે અમે ગુજરાતની જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યપ્રધાન બનાવવા માગો છો, અમે 4 તારીખે જણાવીશું.

તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. 27 વર્ષ ભાજપે શાસન કર્યું. 27 વર્ષ બાદ તેમની પાસે ગણાવવા માટે એક પણ કામ નથી. ભાજપનું આખું કેમ્પેઈન ગાળો આપવા પર કેન્દ્રીત છે. તેમની પાસે આગામી પાંચ વર્ષનો કોઈ એજન્ડા નથી, કોઈ પ્લાન નથી.  આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એ માત્ર ને માત્ર ભાજપનો ડર બતાવે છે. હજી આગામી દિવસોમાં ઘણા આક્ષેપો કરવામાં આવશે અને ડરાવવામાં આવશે, પરંતુ અમે ગુજરાતની જનતાની વચ્ચે જઈએ છે. પ્રજાને અમારામાં વિશ્વાસ છે.

RELATED ARTICLES

Most Popular