Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભા ચૂંટણી: અધિકારીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવી ભારે પડી, ચૂંટણી પંચે ફરજમુકત...

ગુજરાત વિધાનસભા ચૂંટણી: અધિકારીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવી ભારે પડી, ચૂંટણી પંચે ફરજમુકત કર્યા

ગુજરાત ચૂંટણીમાં પોતાના પદ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી એક IAS અધિકારીએ ભારે પડી છે. Instagram પર પોસ્ટ કરી પોતાની પોસ્ટિંગનો ખુલાસો કરવા બદલ IAS અધિકારી અભિષેક સિંહની ચૂંટણી પંચ દ્વારા હકાલપટ્ટી કરવામાં આવી છે.
ચૂંટણી પંચના આદેશમાં આપેલી માહિતી મુજબ અભિષેક સિંહે Instagram પર પોસ્ટ કરી જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમના સત્તાવાર પદનો પબ્લીસીટી સ્ટંટ માટે ઉપયોગ કર્યો છે. ECIએ ગુજરાતના બાપુનગર અને અસારવા વિધાનસભા મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી મુક્ત કર્યા છે.
યુપી કેડર 2011 બેચના IAS અધિકારી અભિષેક સિંહને ગુજરાત વિધાનસભાને લઈને બાપુનગર અને અસારવા બેઠક માટે જનરલ ઓબ્ઝર્વરની ફરજ સોંપાઈ હતી. પોતાની પોસ્ટિંગ સંબંધિત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ તેમની સામે કડક પગલા લેવાયા છે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Singh (@abhishek_as_it_is)

અભિષેક સિંહે ઈન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા હતા. એકમાં તેઓ એક સરકારી કારની બાજુમાં ઊભા છે જેમાં આગળના ભાગમાં “ઓબ્ઝર્વર” લખેલું છે. કેપ્શનમાં ” Joined as Observer for Gujarat elections”એવું લખ્યું હતું. બીજી પોસ્ટમાં તેઓ ત્રણ અધિકારીઓ અને એક સશસ્ત્ર સુરક્ષાકર્મી સાથે જોવા મળે છે. તેમણે ટ્વિટર પર પણ ફોટો શેર કર્યા છે.
અભિષેક સિંઘ સોશિયલ મીડિયા પર સક્રિયજણાય છે અને પોતાને ” public servant, actor, social entrepreneur and stubborn optimist” તરીકે ઓળખાવે છે.
કડક પગલા લેતા ECIએ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અભિષેક સિંઘને જનરલ ઓબ્ઝર્વર તરીકેની તેમની ફરજોમાંથી તાત્કાલિક મુક્ત કરવા જણાવ્યું છે અને આગામી આદેશ સુધી ચૂંટણી સંબંધિત કોઈપણ ફરજથી દુર રાખવા આદેશ કર્યો છે.
કર્ણાટક કેડર 2010 બેચના IAS અધિકારી ક્રિશન બાજપાઈ હવે અમદાવાદ જિલ્લાના બાપુનગર અને અસારવા બેઠક પર ચૂંટણી ઓબ્ઝર્વરની ફરજની દેખરેખ કરશે.

RELATED ARTICLES

Most Popular