Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભા ચૂંટણી: પૂર્વ IPS ડી જી વણઝારાએ નવા પક્ષની જાહેરાત કરી,...

ગુજરાત વિધાનસભા ચૂંટણી: પૂર્વ IPS ડી જી વણઝારાએ નવા પક્ષની જાહેરાત કરી, સંતો ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. આ વખતે AAPના પ્રવેશને કારણે ચૂંટણી રસપ્રદ રહેશે. BTP સાથે ગઠબંધન કરી JDUએ પણ ગુજરાત ચૂંટણીમાં જંપલાવ્યું છે. ત્યારે પૂર્વ IPS અધિકારી ડીજી વણઝારાએ નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે. ડીજી વણઝારાએ ‘પ્રજા વિજય પક્ષ’ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના લક્ષ્ય સાથે નવો પક્ષ સ્થાપ્યો છે. ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે.
વણઝારાએ નવા પક્ષની જાહેરાત કરતા ટ્વીટ કર્યું છે કે જણાવ્યું કે ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી “નિર્ભય પ્રજારાજ” ની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે “પ્રજા વિજય પક્ષ”ની સ્થાપના કરવામાં આવી છે. ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.
નોંધનીય છે કે પૂર્વ IPS અધિકારી ડી.જી. વણઝારા ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખના કથિત નકલી એન્કાઉન્ટરમાં આરોપી હતા અને બાદમાં બંને કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ સેવામાંથી નિવૃત્ત થયાના છ વર્ષ પછી ગુજરાત સરકાર દ્વારા પોલીસ મહાનિરીક્ષક (IGP) તરીકે નિવૃત્તિ પછીની બઢતી આપવામાં આવી છે.

“>

જ્યારે કથિત નકલી એન્કાઉન્ટર થયા ત્યારે વણઝારા ગુજરાત એટીએસના વડા હતા. રાજ્ય CID દ્વારા માર્ચ 2007માં તેમની ધરપકડ બાદ, વણઝારા લગભગ સાત વર્ષ જેલમાં રહ્યા. વણઝારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક હોવાનું માનવામાં આવે છે. ટ્વીટર પર અને જાહેર સભાઓમાં તેઓ કટ્ટર હિન્દુત્વવાદી વિચારો રજુ કરતા રહે છે.

“>

 

RELATED ARTICLES

Most Popular