Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટીકીટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને મળી ટીકીટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP) એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગઈકાલે રાત્રે વડાપ્રધાન મોદી, શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આજે ભાજપે ઉમેદવારોની જાહેર કરી છે.
160 ઉમેદવાર જાહેર થયા છે જેમાં 38 સીટિંગ વિધાનસભ્યોની ટીકીટ કપાઈ. જાહેર કરાયેલા ઉમેદવારોમાં 14 મહિલા 13 SC અને 24 ST ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવારોની યાદીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને અમદવાદના ઘાટલોડિયાથી રિપિટ કરવામાં આવ્યા છે.

15 દિવસ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા વિસાવદરનાં વિધાનસભ્ય હર્ષદ રીબડીયા અને ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા તાલાલાનાં વિધાનસભ્ય ભગા બારડને બેઠક પર ટીકીટ અપાઈ. જયારે કોંગ્રેસમાં થી બે દિવસ પહેલા ભાજપ માં જોડાયેલા ધારાસભ્ય મોહન સિંહ રાઠવાનાં પુત્રને પણ ટીકીટ અપાઈ છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.જામનગર નોર્થ ની બેઠક પર સીટિંગ વિધાનસભ્ય હકુભા જાડેજાને પડતાં મૂકીને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવા બા ને ભાજપે ટિકિટ આપી છે.

દસાડાથી પુરષોત્તમ પરમાર, રાપરથી વિરેન્દ્રસિંહ, જેતપુરથી ગીતાબા, ટંકારાથી દુર્લભભાઇ, જામનગર ઉત્તર રેવા બા, ઉનાઇમાંથી કાળુભાઇ રાઠોડ, મોરબીથી કાંતિ અમૃતિયા, વરાછા કિશોરભાઇ કાનાણી, તલાળાથી ભગા બારડ, જેતપુરથી જયેશ રાદડિયા, કામરેજથી પ્રફુલભાઇ, બારડોલીમાંથી ઇશ્વરભાઇ, લીંબડીથી કિરિટ શાહ, ગંધીઘામથી માલતી મહેશ્વરી, મજુરાથી હર્ષ સંઘવી, વ્યારા મોહન કોકણી, કનુભાઇ દેસાઇ કપરાડા, જીતુભાઇ ચૌધરી ઉમરગામ
ઇડર રમણલાલ ઇશ્વરલાલ વોરા, મોડાસા ભીખુભાઇ પરમાર, વિરમગામમાંથી હાર્દિક પટેલ, એલિસબ્રિજમાંથી અમિતભાઇ શાહ, નારણપુરા જીતેન્દ્ર પટેલ, નિકોલ જગદીશ પંચાલ, બાપુનગર રાજેન્દ્રસિંહ ખુસવા, દરિયાપુર કૌશિકભાઇ, અસારવા દર્શના વાઘેલા, દસક્રોઇ બાબુભાઇ પટેલ, ખંભાત મહેશભાઇ રાવલ, ઉમરેઠ ગોવિંદ પરમારનાં નામ જાહેર થયા છે.

RELATED ARTICLES

Most Popular