Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભાની ચૂંટણી: મોરબી દુર્ઘટનાને કારણે મોડી જાહેર થશે ચૂંટણી, જાણો ક્યારે...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી: મોરબી દુર્ઘટનાને કારણે મોડી જાહેર થશે ચૂંટણી, જાણો ક્યારે થશે જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત 1લી નવેમ્બરે થવાની શક્યતા હતી, પરંતુ મોરબી દુર્ઘટનાને જાહેરાતમાં વિલંબ પડ્યો છે. મળતી માહિતી મુજબ આવતી કાલે ત્રીજી નવેમ્બરની સાંજ સુધીમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. મળતી માહિતી મુજબ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં મતદાન યોજાઈ શકે છે અને 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ સાથે ચૂંટણીના પરિણામ આવશે.
મોરબીમાં બનેલી દુર્ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોવાને કારણે આ વિલંબ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીથી ભારતીય ચૂંટણી પંચના કમિશનર કાલે બપોર બાદ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતમાં ચૂંટણી જાહેર કરે તેવા આહેવાલો છે. મળતી માહિતી મુજબ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 29 કે 30 નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 3 કે 4 ડિસેમ્બરે થઇ શકે છે.
16 ડિસેમ્બરથી કમુરતા બેસવાની છે એટલે 8 ડિસેમ્બરના રોજ ગુજરાતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જે પણ પાર્ટીની સરકાર રચાઈ તેમના મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યોની સપથવિધિ એ પહેલા પૂર્ણ તહી જશે એવું માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular