Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એકંદરે શાંતિપૂર્ણ મતદાન વચ્ચે આ વિસ્તારમાં બબાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એકંદરે શાંતિપૂર્ણ મતદાન વચ્ચે આ વિસ્તારમાં બબાલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને પૂર્ણ થવાને આરે છે. સમગ્ર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે ત્યારે વિરોધી પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલની ઘટનાઓ પણ સામે આવી છે. ગાંધીનગર, આણંદ અને પંચમહાલ જીલ્લામાંથી કાર્યકરો વચ્ચે ઝપાઝપીના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આણંદ જીલ્લાની આંકલાવ બેઠકના કેશવપુરા મતદાન મથક પાસે ભાજપ અને કોંગ્રસના કાર્યકરો આમને-સામને આવી જતા હાથચાલાકી થઇ હતી. મામલો વધુ બગળે એ પહેલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તકેદારીના ભાગ રૂપે મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે. ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો.
કલોલ બેઠક પર હોબાળો થયો હોવાના સમાચાર છે. એક મતદાન કેન્દ્ર પર પ્રાઈવેટ ટેબલ ઊભુ કરવામાં આવતા વિવાદ થયો હતો. સમગ્ર બાબતની જાણ વિધાનસભ્ય બળદેવજી ઠાકોરને થતા તેઓ મતદાન બુથ પર પહોંચી ગયા હતા. બળદેવજી ઠાકોર અને ટેબલ પર રહેલા લોકો સામસામે આવી જતા મામલો ગાળાગાળી સુધી પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓએ મામલો શાંત કરાવ્યો હતો અને પ્રાઈવેટ ટેબલને દુર કર્યું હતું.
પંચમહાલ જીલ્લાની કાલોલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. કાલોલ વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ગોદલી ગામની આ ઘટના છે. મતદાન મથક પર ગયેલા કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહની સ્થાનિક સાથે ચકમક બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. પ્રભાતસિંહના કાફલાની ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. જ્યારે રાજગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular