Homeઆપણું ગુજરાતGujarat assembly Election: 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન થશે 8મી એ પરિણામ,...

Gujarat assembly Election: 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન થશે 8મી એ પરિણામ, જાણો શું કહ્યું CECએ

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત વિધાન સભા ચૂંટણીની જાહેરાત કરી છે. બે તબક્કામાં મતદાન યોજાશે 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન થશે 8મી એ પરિણામ આવશે.

દિલ્હીમાં CEC રાજીવ કુમારે મોરબી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી પ્રેસ કોન્ફરન્સ શરુ કરી હતી, ‘ચૂંટણી પંચ વતી અમે મોરબીની દુ:ખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે મૃતકોના આત્માને શાંતિ મળે.’

CEC રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 3,24,422 નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. મતદાન મથકોની કુલ સંખ્યા 51,782 છે. રાજ્યમાં ઓછામાં ઓછા 50% મતદાન મથકો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે, ગુજરાતમાં 142 સામાન્ય, 17 SC અને 23 ST મતવિસ્તાર છે. ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારો મતદાન કરશે. 2017માં 700 ટ્રાન્સજેન્ડર મતદારો હતા જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે”

કમિશનના જણાવ્યા અનુસાર આ વખતની ગુજરાત ચૂંટણીમાં જો કોઈ મતદાર ફરિયાદ કરશે તો 100 મિનિટમાં જવાબ આપવામાં આવશે.

બહેતર મતદાન અનુભવ માટે 1274 મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલા ચુંટણી અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. 182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે. પહેલી વખત 33 એવા મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે જેમાં સૌથી યુવા સ્ટાફ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

જાફરાબાદના શિયાળબેટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે. સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા- માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે. 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે

RELATED ARTICLES

Most Popular