ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર બિરાજમાન ભાજપે ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. ગુજરાતમાં ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે. ગુજરાતની જનતાએ પીએમ મોદીની વાતોને સાચી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ રેલીઓમાં અપીલ કરી હતી કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે અને આ વાત સાચી થઈ ગઈ છે. ગુજરાતમાં કોઈપણ પાર્ટીએ અત્યાર સુધી 157 સીટ પર વિજય મેળવ્યો નથી. આ પહેલા વર્ષ 1985માં 149 સીટ સાથે આ રેકોર્ડ કોંગ્રેસ પાર્ટી પાસે હતો જે 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભાજપે 127 સીટ પર જીત હાંસલ કરી હતી. નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન બન્યા બાદ વર્ષ 2022માં ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપના ખાતામાં 127 સીટ આવી હતી. પાર્ટીને 49.85 ટકા લોકોએ વોટ કર્યો હતો. વર્ષ 1990 બાદ ભાજપનું આ સૌથી સારું પ્રદર્શન રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
Gujarat Result 2022: ભાજપને અત્યાર સુધી મળી સૌથી મોટી રેકોર્ડબ્રેક જીત, મોદી મેજિક કામ કર્યું
RELATED ARTICLES