ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. નીતીશકુમારની જનતાદળ યુનાઈટેડ(JDU)ની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. બિટીપીએ AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ જેડીયુ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે. તેમણે કહ્યુ કે, જેડીયુની સાથે અમે ચૂંટણી લડીશું.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. બીટીપીના છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, જનતાદળ અમારા જુના સાથી છે, જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
બીટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવાએ જણાવ્યું કે, મોંઘવારી, બેરોજગારી, મોરબી જેવી ઘટના, નિર્દોષ લોકો ન મરે તેના પ્રયાસ રૂપે અમે આ ગઢબંધન કરી રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યુ કે, આ ચૂંટણી જેવું જ નથી. આ દાદાગીરી જ છે. ભાપ સત્તામાં નહીં હોય તો એક સીટ પણ નહીં જીતે.
Gujarat assembly election: BTP-JDU વચ્ચે ગઠબંધન, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે
RELATED ARTICLES