ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપી રહ્યા છે. ભાજપે પોતાના 160 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આજે ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવા માટે 14 નવેમ્બર અંતિમ દિવસ છે. બીજી યાદીમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ ભાજપે પોતાના 166 ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ ભાજપે 16 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
ભાજપની બીજી યાદીમાં જાહેર કરાયેલા 6 ઉમેદવાર:
ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા
ખંભાળિયાથી મૂળુ બેરા
કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા
ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા
દેડિયાપાડાથી હિતેશ વસાવા
ચોર્યાસીથી સંદીપ દેસાઈ
ભાજપે ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ડો. મહેન્દ્ર પાડલીયાને ધોરાજી બેઠક પર ટીકિટ આપી છે. જ્યારે ભાવનગર પૂર્વ પરથી વિભાવરી બહેન દવેની ટીકિટ કપાઈ છે.
બીજી યાદીના 6 ઉમેદવારોમાં બે મહિલાને ટીકિટ આપવામાં આવી છે. આમ ભાજપે કુલ 16 મહિલાઓને ટીકિટ આપી છે.