Homeઆપણું ગુજરાતGujarat Assembly Election: અબુર્દા સેનાના વિપુલ ચૌધરીને AAPમાંથી ટીકીટ આપી શકાશે.

Gujarat Assembly Election: અબુર્દા સેનાના વિપુલ ચૌધરીને AAPમાંથી ટીકીટ આપી શકાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઉત્તર ગુજરાતમાં વધુ બળ મળવા જઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વિપુલ ચૌધરીની અબુર્દા સેના આમ આદમી પાર્ટીને ટેકો આપશે અને ચૂંટણી પ્રચારમાં મદદ કરશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આગામી 15 તારીખે અર્બુદા સેનાનું ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે.આ મહા સંમેલનમાં દિલ્હીના સીએમ અને સંયોજક અરવિંદ કેજરીવાલને પણ આમંત્રણ અપાશે. અર્બુદા સેના AAPને સમર્થન આપી શકે છે. એટલું જ નહીં, વિપુલ ચૌધરી AAP માં જોડાઈ શકે છે અને વિસનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
ગોપાલ ઈટાલિયાએ વિપુલ ચૌધરી વિશે જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓએ પશુપાલકો માટે ઘણા સારા કામ કર્યા છે, એટલે સ્વાભાવિક છે કે વિપુલ ચૌધરી જેવા વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી હાલ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular