ગુજરાતની તમામ પ્રાથિમક સ્કૂલોમાં ગુજરાતી વિષય તરીકે ફરજિયાત ભણાવવાની જનહીતની અરજી સાંભળી રહેલી ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. રાજ્ય સરાકરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે કેન્દ્રના અદિકારક્ષેત્રમાં આવતી ૪૬ સ્કૂલ આ નિયમને અનુસરતી નથી. આસ્કૂલોમાં કેન્દ્રીય વિદ્યાલય ઉપરાંત ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારે તમામ પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજિયાત કર્યું હોવા છતાં ઘણી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી ભણાવવામાં આવતું નથી.
રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે રાજ્યની ૪૪૬૦ અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવે છે અને તેમની પાસેથી આનું સર્ટિફિકેટ પણ લેવામાં આવે છે.
ગુજરાતની માતૃભાષા અને રાજ્યભાષા ગુજરાતી હોવા છતાં રાજ્યની અંગ્રેજી માધ્યમ સ્કૂલોમાં ગુજરાતી ભણાવવામાં આવતું ન હોવાથી જનહીતની અરજી કોર્ટમાં કરવામાં આવી છે. જોકે જે બાળકો ગુજરાતી ભાષા ભણે છે, તેઓની ભાષાનું સ્તર પણ ચિંતા કરાવે તેવો છે. એસએસસી બોર્ડમાં છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતી ભાષામાં એક લાખ કરતા પણ વધારે બાળકો નાપાસ થાય છે. આવી જ સ્થિતિ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાની પણ છે.