પહેલા મહારાષ્ટ્ર કબજે કર્યું, હવે ઝારખંડમાં કોશિશ ચાલુ છે, પરંતુ બંગાળ તેમને હરાવશેઃ ભાજપ પર વરસ્યા મમતા બેનર્જી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ આજે ફરી એક વાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2024માં ભાજપની સત્તા નહીં આવે એ નક્કી છે, કારણ કે આ પાર્ટીનું કામ 3-4 એજન્સીના માધ્યમથી રાજ્ય સરકારોને આડેહાથ લેવાનું છે. પહેલા મહારાષ્ટ્ર પર કબજો કરી લીધો, હવે ઝારખંડમાં કોશિશ ચાલી રહી, પરંતુ બંગાળ તેમને હરાવી દેશે. બંગાળને તોડવું આસાન નથી. અહીં પહેલા રોયલ બંગાલ ટાઈગરથી લડવું પડશે.
પાર્થ ચેટર્જી વિશે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે ભાજપ હવે 2024માં સત્તા પર નહીં આવે. દેશમાં બેરોજગારી 40 ટકા વધ ગઈ છે, પરંતુ બંગાળમાં 45 ટકા ઓછી થઈ છે. આજે મીડિયા ટ્રાયલ ચાલી રહ્યું છે અને એ લોકોને આરોપી કહેવામાં આવી રહ્યા છે. આ ખાલી બંગાળની છબી ખરડવા માંગે છે. એજન્સીના કામકાજની અમને કોઈ પરેશાની નગીં, પણ તેનો ઉપયોગ કરીને રાજકીય પક્ષને બદનામ કરવામાં આવી રહ્યો છે, જે ન થવું જોઈએ. અમે મીડિયા ટ્રાયલનો વિરોધ કરીએ છીએ.
ઈડીએ ટીચર ભરતી કૌભાંડ પ્રકરણે પાર્થ ચેટર્જીની 23 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. એજન્સીએ તેમની નજીકની મિત્ર અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ઈડીએ અર્પિતાના નિવાસસ્થાનેથી 21 કરોડની રોકડ રકમ જપ્ત કરી હોવાનો દાવો કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.