આવતી કાલે ગૂડી પાડવો. ગૂડી પાડવાના દિવસની ગણતરી વર્ષભરના સાડાત્રણ મૂહુર્તમાંથી એક મૂહુર્ત… કોઈ પણ સારા કામ માટે કે નવા કામની શરૂઆત માટે આ દિવસને શૂભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે લોકો નવા ઘરમાં પ્રવેશ, વસ્તુ ખરીદી કરવાનું પસંદ કરે છે.
ગૂડી પાડવા નિમિત્તે આપણી રાશિ પર પણ તેટલી જ સકારાત્મક અસર જોવા મળે છે. આ વર્ષે આ ગૂડી પાડવો કોના માટે કે કઈ રાશિના જાતકો માટે લાભદાયી પુરવાર થવાનો છે એ આપણે જાણીશું. આવતીકાલનો દિવસ આ ત્રણ રાશિના જાતકો માટે બમ્પર બોનાન્ઝા ઓફર લઈને આવી રહ્યો છે, જોઈ લો તમારી રાશિ તો નથી ને આમાં?
ધનઃ ધન રાશિના જાતકો માટે મરાઠી નવું વર્ષ ખૂબ જ બેસ્ટ સાબિત થવાનું છે. આવનારા આ નવા વર્ષમાં ધનુ રાશિના જાતકો માટે સુખ-સમૃદ્ધિથી ભરપૂર હશે. વ્યવહારમાં પણ ફેરફાર જોવા મળશે. કામના ઠેકાણે પ્રમોશન થવાની પૂરેપૂરી શક્યતા છે. અપેક્ષિત ફળ અને પ્રસિદ્ધિ મળશે. પગારમાં વધારો થશે અને પરિવાર સાથે સમય પસાર કરશો.
સિંહઃ સિંહ રાશિના જાતકો માટે આ વર્ષનો ગૂડી પાડવો ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ રાશિના જાતકો પર સાડીસાતીનો પ્રભાવ નથી. સંપત્તિમાં વધારો થશે. હાથમાં લીધેલા કામ પૂરા કરશો. કામના સ્થળે યશ અને નામના મળશે. લોકો પાસેથી ભરપૂર પ્રેમ મળશે અને ધંધામાં લાભ થશે.
મિથુનઃ આવતીકાલનો દિવસ આ રાશિના જાતકો માટે રાજયોગ લાવશે. તમારા મનની તમામ મુરાદો પૂરી થશે. ગૂડી પાડવાનો દિવસ આનંદમય સાબિત થશે. નોકરિયાત વર્ગને ગૂડી પાડવાનો દિવસ આર્થિક રીતે ફાયદો કરાવશે અને નોકરીમાં પગારવધારો કે બઢતી મળવાના યોગ સર્જાઈ રહ્યા છે.